પ્રસિદ્ધ જ્યોતિષી બેજાન દારુવાલાનું કોરોનાથી 90ની વયે નિધન, જો કે તેમના પુત્રએ કહ્યું, બાપુજીનું નિધન કોરોનાથી નહીં ઓક્સિજન લેવલ ઘટવાથી થયું છે

વિખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલાનું 90ની વયેએપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું છે.જો કે, આ અંગે બેજાન દારૂવાલાના પુત્ર નસ્તુર દારૂવાલાએ જણાવ્યું હતું કે, પિતાનું ન્યૂમોનિયાના ઈન્ફેક્શન અને ઓક્સિજન ઓછો મળતો હોવાના કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, બેજાન દારૂવાલાની અઠવાડીયા પહેલા તબિયત લથડતા તેઓને અમદાવાદ પાસે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોવિડ-19વિષે બેજાન દારૂવાલાએ કહ્યું હતું‘કોરોના કપરો કાળ છે’

બેજાન દારૂવાલા માત્ર ભારતના જ નહીં પરંતુ વિશ્વભરમાં અગ્રગણ્ય અને ખ્યાનામ જ્યોતિષી હતા. કોરોના મહામારીનું સંક્રમણ ભારત સહિત વિશ્વભરમાં ઝડપી બન્યું તે સમયે દારુવાલાએ આગાહી કરી હતી કે, કોરોના કપરો કાળ છે. દિવંગત બેજાન દારુવાલા ભગવાન ગણેશજીના ઉપાસક અને પરમ ભક્ત હતા. જ્યોતિષ ક્ષેત્રમાં તેમનું માર્ગદર્શન સચોટ ગણાતું હતું અને તેમને સંખ્યાબંધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલા છે.

સંજય ગાંધીના મોતથી લઈ ભાજપના ઉદય સુધીની ભવિષ્યવાણીઓ સાચી ઠરી

બેજાન દારૂવાલાનો જન્મ 11 જુલાઈ 1931ના રોજ એક પારસી પરિવારમાં થયો હતો. તેમણે સંજય ગાંધીના મોતની ભવિષ્યવાણી પણ બેજાન દારૂવાલાએ કરી હતી. આ ઉપરાંત ભાજપના ઉદ્દભવની ભવિષ્યવાણીથી લઈ ગુજરાત ભૂકંપ અને કારગિલ યુદ્ધ અંગે પણ તેઓએ ભવિષ્ય વાણી કરી હતી. જ્યારે વર્ષ 2004માં યુપીએ સત્તામાં આવ્યા પહેલા જ તેમણે કહ્યું હતું કે, મનમોહનસિંહ દેશના વડાપ્રધાન બનશે.

ક્રિકેટ વર્લ્ડકપ 2003 અને 2007માં કરેલી આગાહી ખોટી પડી

જો કે અમુક ભવિષ્યવાણીઓ ખોટી પણ પડી હતી. વર્ષ 2003ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન તેમણે દક્ષિણ આફ્રિકા વર્લ્ડ ચેમ્પિયન બનશે એવી ભવિષ્યવાણી કરી હતી. પરંતુ તે વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. તેમજ 2007ના વર્લ્ડકપ સમયે તેમણે ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે એવી સંભાવના વ્યક્ત કરી હતી અને કહ્યું કે, રાહુલ દ્રવિડ અથવા મુનાફ પટેલ પ્લેયર ઓફ ધી ટૂર્નામેન્ટ બનશે. પરંતુ આ વર્લ્ડકપમાં ભારતનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો