ગુજરાતના આકાશમાં જોવા મળ્યો અદ્દભૂત નજારો, લોકોમાં કુતુહલ, આકાશમાંથી અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ ધસમસતો આવ્યો

ગુજરાતના વિવિધ ભાગોમાં આકાશમાં એક અદ્દભૂત નજારો જોવા મળતો લોકોમાં કુતુહલ સર્જાયું છે. આકાશમાં તેજગતિએ અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે ધસમસતો આવતો જોઈને લોકોમાં ડર સાથે કુતુહલ ફેલાયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કાલે સાંજે 7:30 કલાકની આસપાસ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આકાશમાં ચમકતી લાઈટ જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. ગુજરાતના બોટાદ, સાંતલપુર, રાધનપુર, મહીસાગર, વલસાડ, નવસારી, આણંદ સહિતના આકાશમાં અગનગોળો જોવા મળ્યો હતો.

આણંદના આસોદર નજીક આકાશમાંથી અત્યંત પ્રકાશિત વસ્તુ ધરતી પર પડી હતી. જો કે જમીન પર આવતા પહેલા જ તે આકાશમાં સળગી ઉઠી હતી. આકાશમાંથી ચમકતો પદાર્થ નીચે આવતો જોઈને લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આકાશમાંથી ઉલ્કા પડી હોવાનું લોકોનું માનવું છે, તો બીજી તરફ કેટલાક લોકો અવકાશી કુત્રિમ ઉપગ્રહનો કાટમાળ હોવાની શક્યતા વ્યક્ત કરી રહ્યાં છે. જ્યારે ખગોળ શાસ્ત્રી દેવ દર્શનના જણાવ્યા મુજબ, આકાશમાં ચમકતી જોવા મળી રહેલી વસ્તુ સ્પેસ ડફરી હોઈ શકે છે.

આકાશમાં જોવા મળી રહેલા આ અદ્દભૂત નજારાને અનેક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો