પુત્રવધૂ હોય તો આવી: કોરોનાગ્રસ્ત સસરાને પીઠ પર ઉઠાવીને હોસ્પિટલ પહોંચી પુત્રવધૂ, લોકો માત્ર ફોટો જ ખેંચતા રહ્યાં

પોતાના કોરોનાગ્રસ્ત સસરાને પીઠ પર બેસાડીને લઈ જતી મહિલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. કેટલાક લોકો તેને પ્રેરણાદાયક જણાવતા મહિલાના વખાણ કરી રહ્યા છે, પરંતુ આ તસવીરની સાચી હકીકત કંઈક અલગ જ છે. આસામની રહેવાસી નિહારિકા દાસે પોતાના વૃદ્ધ સસારને આ રીતે પીઠ પર બેસાડીને એટલા માટે લઈ જવા પડ્યા કે કોઈ તેમની મદદ માટે આગળ નહોંતુ આવી રહ્યું. તેના ઘર સુધી જવાના રસ્તા પર પણ ઘણા ખાડાઓ છે, એટલે હોસ્પિટલ લઈ જવા માટે જે વાહન બોલાવ્યું હતું, તે પણ ત્યાં આવી શકતું ન હતું. ભલે આ તસવીરોમાં દેખાઈ રહ્યું ન હોય, પરંતુ નિહારિકા એ સમયે પોતાને ઘણી જ નિઃસહાય અને હારેલી અનુભવી રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

‘નબળાઈ એટલી હતી કે મારા સસરા ઊભા પણ થઈ શકતા ન હતા’
આસામના નગાંવના રાહામાં રહેતી નિહારિકા દાસે જણાવ્યું કે, તેમના 75 વર્ષના સસરા થુલેશ્વર દાસની 2 જૂને તબિયત બગડી હતી. તેમનામાં કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા હતા. નિહારિકાએ નજીકના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવા માટે ઓટો રિક્ષા બોલાવી હતી, પરંતુ રસ્તો ખરાબ હોવાથી તે તેના ઘર સુધી આવી શકે તેમ ન હતી. નિહારિકાએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, ‘મારા સસરાને એટલી નબળાઈ આવી ગઈ હતી કે તેઓ ઊભા પણ રહી શકતા ન હતા. મારા પતિ સિલિગુડીમાં કામ કરે છે, એટલે મારી પાસે તેમને પીઠ પર ઊંચકીને રિક્ષા સુધી લઈ જવા સિવાય કોઈ રસ્તો ન હતો.’

‘લોકો જોઈ રહ્યા હતા, પરંતુ મદદ માટે આગળ ન આવ્યા’
જ્યારે થુલેશ્વરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેમને હોસ્પિટલ લઈ જવા કહેવાયું. હોસ્પિટલ તેમના ઘરથી 21 કિમી દૂર છે. નિહારિકાએ જણાવ્યું કે, ‘અમે બીજું ખાનગી વાહન મંગાવ્યું. ત્યાં કોઈ એમ્બ્યુલન્સ કે સ્ટ્રેચરની વ્યવસ્થા ન હતી, એટલે મારે તેમને ફરીથી પીઠ પર ઉઠાવીને કેબ સુધી જવું પડ્યું. લોકો અમને દૂરથી જોઈ રહ્યા હતા, પણ કોઈ મદદ માટે આગળ ન આવ્યું.’ કોઈએ એ જ સમયે તેમની તસવીર ક્લિક કરી દીધી, જે વાયરલ છે. નિહારિકાએ જણાવ્યું કે, તેમના સસરા લગભગ બેભાન હતા, એટલે તેમને લઈ જવા માટે શારીરિક અને માનસિક મજબૂતી જોઈતી હતી. કોઈ રીતે કોવિડ હોસ્પિટલ પહોંચ્યા તો થુલેશ્વરની હાલત જોતા તેમને નગાંવ સિવિલ હોસ્પિટલ રિફર કરી દેવાયા અને નિહારિકાએ ફરીથી પોતાના સસરાને પીઠ પર ઉઠાવીને લઈ જવા પડ્યા.

‘સસરા પૂછી રહ્યા હતા- મારામાં આટલી હિંમત ક્યાંથી આવી’
નિહારિકાએ જણાવ્યું કે, ‘મેં આ વખતે મદદ માગી, પરંતુ કોઈ ફાયદો ન થયો. એ દિવસે કદાચ હું એ રીતે 2 કિમી સુધી ચાલી છું.’ બાદમાં નિહારિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટવ આવ્યો. નિહારિકા કહે છે કે, ‘હું માત્ર એટલું કહેવા ઈચ્છું છું છે કે લોકોએ એકબીજાની મદદ માટે આગળ આવવું જોઈએ. પછી તે તમારા પેરેન્ટ્સ હોય, સાસુ-સસરા હોય કે પછી અજાણ્યા વ્યક્તિ. તસવીરમાં કદાચ ન દેખાયું હોય, પરંતુ એ સમયે હું મારી જાતને એકલી અને નિરાશ અનુભવી રહી હતી.’

થુલેશ્વરને બાદમાં 5 જૂને ગુવાહાટી મેડિકલ કોલેજમાં શિફ્ટ કરાયા હતા, જ્યાં સોમવારની રાત્રે તેમનું મોત થઈ ગયું. નિહારિકા જણાવે છે કે, ‘મારા સસરા જ્યારે હોશમાં આવ્યા તો મેં તેમને મારી વાયરલ તસવીર બતાવી. મેં તેમને જણાવ્યું કે, લોકો આપણા વખાણ કરી રહ્યા છે. તે સાંભળી તેમણે કહ્યું કે, તેમને પીઠ પર ઉઠાવવાની તાકાત મારામાં ક્યાંથી આવી.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો