પંજાબમાં લોકડાઉન તોડતા રોકયા અને પાસ માંગ્યો તો પોલીસનો હાથ જ કાપી નાંખ્યો

એક બાજુ જ્યાં દેશ કોરોનાના કહેર સામે લડી રહ્યો છે ત્યાં પંજાબના પટિયાલામાં નિહંગ શિખો (પરંપરાગત હથિયાર ધરાવતા અને વાદળી રંગના લાંબા કમીજ પહેરનાર શિખ)એ પોલીસ પર હુમલો કરી દીધો અને એક પોલીસકર્મીનો હાથ જ કાપી નાંખ્યો. રવિવાર સવારે શાકભાજી મંડીની બહાર મેન ગેટ પર શિખોએ પોલીસ પર હુમલો કર્યો. હુમલામાં બીજો પોલીસકર્મી પણ ઘાયલ થઇ ગયો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

બેરિકેડ ન ખોલતાં ટોળાએ કરી માથાકૂટ

એક રિપોર્ટ અનુસાર હરજીત સવારે પટિયાલા શહેરમાં લૉકડાઉન માટે ડ્યૂટી પર હતો. સમગ્ર શહેર શાંત હતું પરંતુ એ દરમિયાન એક વાહનમાં આવેલા કેટલાક લોકો બેરિકેડ પાસે પહોંચ્યા. હરજીતની ટીમે જ્યારે પાસ માગ્યા તો વિવાદમાં નિહંગ શીખોએ ડ્યૂટી પર રહેલા જવાન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તલવારથી હરજીત સિંહનો એક હાથ કાપી નાખ્યો હતો.

પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ કહ્યું કે હુમલામાં એએસઆઇ હરજીત સિંહનો હાથ કપાઇ ગયો. ત્યારબાદ તેમને ચંદીગઢ પીજીઆઈમાં દાખલ કરાયા છે. હુમલામાં કેટલાંય બીજા પોલીસકર્મી અને મંડી બોર્ડના અધિકારીઓ ઘાયલ થયા છે. આ કેસમાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે.

કરફ્યૂ પાસ દેખાડવાનું કહ્યું, મારી ટક્કર

પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક મનદીપ સિંહ સિદ્ધુએ કહ્યું કે તેમને કરફ્યૂ પાસ દેખાડવાનું કહ્યું, પરંતુ તેમણે પોતાની ગાડીમાંથી દરવાજા અને ત્યાં લગાવેલા અવરોધકો પર ટક્કર મારી દીધી. તેમણે કહ્યું કે ત્યારબાદ આ લોકોએ ડ્યુટી પર તૈનાત પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો.

સ્થળ પર પહોંચ્યા એડીજીપી

સિદ્ધૂએ કહ્યું કે તલવારથી એક એસએસઆઇનો હાથ કાપી નાંખ્યો. જ્યારે અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. એએસઆઇને હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેમને પીજીઆઈએએમઇઆર ચંદીગઢ માટે રેફર કરી દેવાયા.

હુમલા બાદ નિહંગ સ્થળ પરથી ફરાર થઇ ગયા છે. તેમની ધરપકડ માટે પ્રયાસ ચાલુ છે. આ વારદાત ત્યારે બની જ્યારે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખી રાજ્યમાં પ્રતિબંધો લાગૂ કરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો