53 વખત બદલી કરાયેલા વરીષ્ઠ IAS ઑફિસરનો મોટો સવાલ, CBI માટે 800 કરોડનું બજેટ, શું અત્યાર સુધી કોઈ હસ્તીને સજા થઈ?

હરિયાણાના બહુ ચર્ચિત વરીષ્ઠ IAS અધિકારી અશોક ખેમકાએ હવે CBIના કામકાજ પર સવાલ ઉભા કર્યા છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક ટ્વીટ કરીને CBI પર નિશાન સાધ્યું હતું.

તેમણે ટ્વીટ કરીને લખ્યું કે સીબીઆઇનું વાર્ષિક બજેટ 800 કરોડ રૂપિયા. કોને સજા થઇ, કોણ છૂટ્યું, જવાબદારી કોની? ગતવર્ષનો હિસાબ કરી લો. કોણ મોટા માથાને સજા થઇ? હાથીના દાંત દેખાડવાના જુદા અને ખાવાના જુદા હોય છે.

ખેમકાની અત્યાર સુધીમાં 53 વખત થઇ છે ટ્રાન્સફર

રેકોર્ડમાં 53 ટ્રાન્સફરને લીધે હેડલાઇન્સમાં છવાઇ જનારા 1991 ની બેચના આઈએએસએ સીબીઆઈની કામગીરી અને તેના વાર્ષિક બજેટ પર સવાલ ઉઠાવ્યા છે. નોંધનીય છે કે, તેમણે આ પહેલા આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ પર સવાલ કર્યો હતો કે, ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય.

આયોજન પર કેટલો ખર્ચ થયો, તે જાણી લો એટલે મળી જશે પરિણામ

આયોજન પર કેટલો ખર્ચ થયો, તેના વિશે માહિતી મેળવો અને કેટલો ભ્રષ્ટાચાર થયો તે સામે આવી જશે. આપને જણાવી દઇએ કે, ખેમકા હાલ અભિલેખાગાર, પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના મુખ્ય સચિવ છે.

પહેલા પણ આવી ચુક્યા છે ચર્ચામાં

આ સાથે જ તેમણે પહેલા પણ સીવીસી, સીઆઇસી, લોકપાલ અને લોકાયુક્તની ભૂમિકાને સવાલો ઉઠાવ્યા છે. પોતાની એક ટ્વીટમાં ખેમકાએ કહ્યું હતું કે, સંવેધાનિક સંસ્થાઓથી ભ્રષ્ટ લોકોને કમકમાટી છૂટી જવી જોઇએ. જણાવી દઇએ કે, ખેમકાએ ગુરૂગ્રામ સ્થિત સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાની જમીનના સોદાને લઇને પણ ચર્ચામાં આવી ચુક્યા છે. એવું કહેવાય છે કે, અશોક ખેમકા જ્યાં પણ જાય છે ત્યાં ભ્રષ્ટાચાર વિરોધી વલણ અપનાવે છે અને માટે અત્યાર સુધીમાં 53 વખત તેમની ટ્રાન્સફર થઇ ચુકી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો