ભેસાણનો 24 વર્ષનો ખેડૂત આશિષ પટોળીયા મધની ખેતીમાં મહિને મબલખ કમાવા લાગ્યો

ભેંસાણ તાલુકાનાં સુખપુર ગામે રહેતા 24 વર્ષની ઉમરનાં પ્રગતિશીલ યુવાખેડૂત આશિષભાઇ ડાયાભાઇ પટોળીયાએ પોતાની આગવી સુઝબુજથી પોતાના ખેતરમાં એપીસમેલીફેરા નામની પ્રજાતિની વિદેશી મધમાખીનો ઉછેર કરી રહ્યા છે જેની સાથે આર્ગેનિક ખેતીની શરૂઆત કરી હાલ બહોળા પ્રમાણમાં મધનું ઉત્પાદન મેળવી રહ્યાં છે.

1 પેટી દીઠ 4000 હજારનો ખર્ચ કરી મધની ખેતી શરૂ કરી
1.સામાન્યરીતે મધની ખેતી કરવા માટે ખેતરમાં મધની બે પેટી વચ્ચે 3 ફુટનું અંતર રાખવું પડે છે. ત્યારે યુવાખેડૂતે મધની ખેતી કરવા માટે ખેતરમાં 1 વીધા જમીનમાં 100 પેટીઓ મુકી અને 1 પેટી દીઠ 4000 હજારનો ખર્ચ કરી મધની ખેતી શરૂ કરી છે. હાલ આ મધની પેટીમાંથી અજમા, ધાણા, વરીયાળી અને સરસવ આ તમામ પ્રકારનાં ફ્લેવરનું મધનું ઉત્પાદન કરી 1 પેટી દિઠ 4 કિલો એમ 100 પેટી દિઠ મહિને 400 કિલો મધનું ઉત્પાદન કરી લાખો રૂપિયાનું વળતર મેળવી રહ્યાં છે.

આશિષભાઇ પટોળીયા પોતાના ખેતરમાં જોવા મળે છે..

મધમાં ગ્લુકોઝ, ફ્રુકટોઝ અને સુક્રોઝના ગુણ હોય છે
2.આ અંગે ખેડૂતે એક મુલાકાતમાં જણાવ્યું કે સામાન્ય રીતે મધ બનાવવા માટે ગ્લુકોઝ, ફ્રુકટોઝ અને સુક્રોઝની જરૂર પડે છે. આ ત્રણેય ગુણો મધમાં રહેલા હોવાથી મધમાખીઓ જાતે સંગ્રહ કરી મધપુડામાં સંગ્રહે છે. જે આપણા માટે ઘણાં ઉપયોગી છે.

મધનો ઉપયોગ
3.મધનો ઉપયોગ મુખ્યત્વે શરદી, ઉધરસ તેમજ ત્વચા માટે ઉપરાંત વજન વધારો-ઘટાડો કરવા સહિત અનેક જટીલ અને અસાધ્ય રોગોમાં ઉપયોગી બને છે. મધયુક્ત પાણી પીવાથી આપનું વજન ઘટે છે, કારણ કે 100 ગ્રામ મધમાં 305 કૅલોરી હોય છે કે જેનાથી આપને લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો અને આપની ચરબી ઓછી થાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો