સુરતની આ સોસાયટી અન્યો માટે બની પ્રેરણારૂપ: નિયમોનું ચુસ્તપણે પાલન કરીને કોરોનાને રાખ્યો છે દૂર, મહેમાનોને પણ અંદર નથી આવવા દેવાતા

કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ વચ્ચે સુરત શહેરના વેસુ વિસ્તારની આશીર્વાદ એવન્યુ સોસાયટીના સભ્યોએ સરકારના દિશા-નિર્દેશોનું ચુસ્તપાલન કરીને અન્ય સોસાયટીઓને પ્રેરણારૂપ બન્યા છે. સોસાયટીમાં બહારના નાગરીકોનો પ્રવેશ પર ચુ્સ્ત નિયમોનું પાલન કરવામાં આવે છે. માસ્ક ફરજીયાત, હાથના મોજા ફરજીયાત, સેનેટાઇઝિંગ ફરજીયાત, મુલાકાતીઓ માટે બહાર જ રહેવાનું અને સોસાયટીના કોઈ સભ્યને મળવા આવેલા ગેસ્ટ કે સંબંધી હોય તો સોસાયટીના સભ્ય તેમને મળવા બહાર જવાનું અને છ ફૂટ કરતા વધારે અંતર રાખીને ટૂંકી વાત કરીને પરત અંદર આવવાનું અને તે પણ બધા જ નિયમોનું પાલન કરીને જ પ્રવેશ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સોસાયટીના પ્રમુખ સુનિલ કુમાર કહે છે, એક બીજાના સ્પર્શ માત્રથી ફેલાતા આ રોગને અટકાવવા ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગની ગાઈડ લાઈનને અનુસરીને સોસાયટીના ભાઈઓ, બહેનો અને બાળકોના હિતમાં સૌ એક થઇને કોરોના સામે લડત આપી રહ્યાં છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, બાળકો બહાર ના નીકળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. સુરત વેસુ વિસ્તારના વી.આઇ.પી રોડ પર આવેલા 252 ફ્લેટ ધરાવતી સોસાયટીમાં કોરોના વાયરસ માટે પ્રવેશ અઘરો બન્યો છે. સોસાયટીના પ્રમુખ સુનિલ કુમાર, રાજીવ ગુપ્તા, મુકેશ અગ્રવાલ, સંજયભાઈ, રામ અવતારજી, વિરભાઈ, ડેબુ અગ્રવાલ વગરે સોસાયટીના કાર્યકર્તાઓએ ખુબ જ કાળજી લઈને પોતાની સોસાયટીને કોરોના સંક્રમણ સામે સલામત બનાવી રાખવાના પ્રયાસમાં સૌના સહકારથી સફળતા મેળવી છે.

મોર્નિંગ વોક, ઈવનીંગ વોક કરતી વખતે માસ્ક પહેરવુ અને અંતર રાખવાની વિનંતી કરવામાં આવી છે. આશીર્વાદ એવન્યુના બધા જ સંકુલમાં સેનેટાઇઝિંગની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

સુરતના વેસુ વિસ્તારની આ સોસાયટીના રહીશોએ અન્ય રહેણાંકની સોસાયટીમાં કોરોના વાયરસ પ્રવેશ ઉપર પ્રવેશબંધી કરવામાં સફળતા મેળવી અન્યો માટે પ્રેરણા રૂપ કાર્ય કર્યું છે અને સુરતમાં અમારી સોસાયટી સલામત સોસાયટી….નો અભિગમ આગળ વધી રહ્યોં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો