પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું 67 વર્ષની ઉંમરે AIIMS હોસ્પિટલમાં નિધન, ઘણાં સમયથી બીમાર હતા

ભારતના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. અરૂણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સૌ પ્રથમ વખત 1999માં અટલજીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. જેટલી નાણાં, કોર્પોરેટ અફેર્સ, સંરક્ષણ અને કાયદા એવમ્ ન્યાય મંત્રાલાય જેવા મહત્વના મંત્રાલાયો એકલા હાથે સંભાળેલાં છે.

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું આજે સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. આજે સવારે 12.07 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 24 ઓગસ્ટે 12 વાગેને 7 મિનિટે અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા.

આજે જ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધન એઈમ્સ હોસ્પિટલ અરુણ જેટલીને મળવા પહોંચ્યા હતા. અરુણ જેટલીના નિધનની વાત જાણ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે પણ તેમનો હૈદરાબાદનો કાર્યક્રમ ટૂંકાવીને દિલ્હી પરત આવી રહ્યા છે.

મોદી બાદ સરકારમાં નંબર ટુ મંત્રી હતા

NDA 1ની સરાકરામાં PM મોદી પછીના નંબર ટુ નેતા હતા. પાર્ટીમાં પણ જેટલીના બુદ્ધિમતા પર કોઈ પ્રશ્નાર્થ ન કરી શકતું. વડાપ્રધાન મોદી પછી તમામ મહત્વાના મંત્રાલયો જેટલી સંભાળી ચુક્યા છે. તેઓ એકી સાથે 2014માં સરકાર બનતાં જ નાણાં, કોર્પોરેટ અફેર્સ, સંરક્ષણ જેવા દેશ અતિમહત્ત્વના મંત્રાલયો સંભાળતા હતા.

અટલજીની સરકારમાં પણ મંત્રી રહ્યા

જ્યારે અટલજી ભારતના વડાપ્રધાન હતા ત્યારે જેટલીએ પ્રથમ વખત મંત્રી પદ સંભાળ્યું હતું. જેટલી 1999માં પ્રથમ વખત રાજ્યકક્ષાના મંત્રી તરીકે એન્ટ્રી કરી હતી. જે તે વખત જેટલી રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેઓ કેબિનટ કાયદા અને ન્યાયમંત્રીનું પદ પણ સંભાળ્યું હતું.

જ્યારે મનમોહનસિંઘની UPA-2 સરકાર હતી ત્યારે રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા તરીકે અરૂણ જેટલી હતા. ત્યારબાદ જ્યારે NDA સરકાર બની ત્યારબાદ ભાજપના સૌથી સિનિયર નેતા અને મંત્રી હોવાના નાતે રાજ્યસભાના ગૃહના નેતા પણ રહ્યા હતા.

પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે એજ પ્રાથના.. ૐ શાંતિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો