લ્યો બોલો! ભાજપમાં 5 વર્ષ મંત્રી રહ્યા બાદ રાજીનામું આપ્યુંને બીજા જ દિવસે ધરપકડનું વોરંટ આવ્યું

ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાની જ વાર છે તે પહેલાં અહીં વરવું રાજકારણ રમાઇ રહ્યું છે. ચૂંટણી જીતવા માટે બધા પક્ષ શામ-દામ દંડ ભેદનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે. બોલો હજુ તો ગઇ કાલે મંગળવારે ઉત્તર પ્રદેશની સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મોર્યએ સરકારમાંથી રાજીનામું આપીને સમાજવાદી પાર્ટીની કંઠી બાંધી લીધાના 24 જ કલાકમાં સ્વામી પ્રસાદ મોર્ય સામે કોર્ટે ધરપકડનું વોરંટ જારી કરી દીધું છે. તેમની પર ધાર્મિક ભાવના ભડકાવવાનો આરોપ હતો. 24 જાન્યુઆરીએ તેમને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સ્વામી પ્રસાદ મોર્ય પર આ આરોપ 7 વર્ષ પહેલાંનો છે તો અહીં સવાલ એ ઉભો થાય છે કે જયારે ભાજપમાં 5 વર્ષથી મંત્રી તરીકે હતા ત્યારે વોરંટ કેમ ન નિકળ્યું?. ખેર, આ તો રાજકારણ છે અહીં કઇં પણ થઇ શકે છે. એવરી થીંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એવું કહેવાય છે ભવિષ્યમાં એવું કહેવાય તો નવાઇ નહી કે એવરી થીંગ ઇઝ ફેર ઇન પોલિટિક્સ

સ્વામી પ્રસાદ મોર્ય જયારે બહૂજન સમાજ પાર્ટીમાં હતા ત્યારે તેમની પર દેવી દેવતાઓ પર આપત્તિજનક ટીપ્પણીનો આરોપ લાગ્યો હતો. જેની પર હવે સુલતાનપુરની એમપી એમએલએ કોર્ટે આદેશ આપ્યો છે. 24 જાન્યુઆરીએ કેસની સુનાવણી થશે. આ આદેશ તેમની સામે 2016માં હાઇકોર્ટ દ્રારા પણ જારી કરવામાં આવ્યો હતો, પરંતુ સ્વામી પ્રસાદ મોર્યએ તે વખતે સ્ટે ઓર્ડર મેળવ્યો હતો.

સ્વામી પ્રસાદ મોર્ય યોગી સરકારમાં શ્રમ, રોજગાર અને સંકલન મંત્રી હતા, જયાં તેમણે મંગળવારે રાજીનામું આપીને સમાજવાદી પાર્ટી જોઇન કરવાની જાહેરાત કરી હતી.

સ્વામી પ્રસાદ મોર્ય સામે વર્ષ 2014માં દેવી દેવતાઓ સામે આપત્તિજનક ટીપ્પણી કરવાના કેસમાં બુધવારે પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ હાજર ન રહ્યો તો અધિક મુખ્ય મેજીસ્ટ્રેટે તેમની સામે ધરપકડનું વોરંટ જારી કરી દીધું છે અને હવે આ કેસની સુનાવણી 24 જાન્યુઆરીએ નક્કી કરવામાં આવી છે.

જો કે ભાજપ પાસે એક છટકબારી છે, સ્વામી પ્રસાદ મોર્ય સામે આ નવું ધરપકડ વોરંટ નથી, વોરંટ વર્ષ 2016માં હાઇકોર્ટે જારી કરેલું અને તેની સામે સ્વામીએ સ્ટે મેળવેલો, આ મહિનાની 6 જાન્યુઆરીએ કોર્ટે સ્વામી પ્રસાદ મોર્યને 12 જાન્યુઆરીએ હાજર રહેવા કહ્યું હતું , પરંતુ તેઓ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. એટલે કોર્ટે ધરપકડનુ વોરંટ જારી કર્યું. ભાજપ એમ કહી શકે કે સ્વામીએ રાજીનામું તો 11 તારીખે આપ્યું એ પહેલા કોર્ટે તેમને હાજર રહેલા કહ્યું હતું.

સ્વામી પ્રસાદ મોર્ય અત્યારે ઉત્તર પ્રદેશના રાજકારણમાં સૌથી ચર્ચાસ્પદ ચહેરો છે. મોર્યના રાજીનામામાં બીજો ટર્નિંગ પોઇન્ટ એ આવ્યો છે કે તેમણે ન્યૂઝ ચેનલ આજ તક સાથેની વાતમાં કહ્યું હતું કે મેં મંત્રી પદેથી રાજીનામું ચોક્કસ આપ્યું છે, પરંતુ સમાજવાદી પાર્ટીમાં સત્તાવાર સામેલ થયો નથી, 14 કે 15 તારીખે નિર્ણય લઇશ. મતલબ કે સ્વામીએ વાતને હજુ લટકાવી રાખી છે.

બીજી તરફ સ્વામી પ્રસાદ મોર્યની પુત્રી અને ભાજપની સાંસદ સંઘમિત્રાએ કહ્યું કે પોતે ભાજપમાં જ રહેવાની છે, પરંતુ તેમના પિતાએ માત્ર રાજીનામું આપ્યું છે, સમાજવાદી પાર્ટી જોઇન કરી નથી. અખિલેશ સાથેની સ્વામીની તસ્વીર બાબતે સંઘમિત્રાએ કહ્યું હતું કે આવી તસ્વીર તો સપાએ વર્ષ 2017માં પણ બહાર પાડી હતી.

મતલબ હજુ મોર્યના રાજકારણમાં ટવીસ્ટ આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો