અમદાવાદમાં PSIએ નિવૃત પી.એસ.આઇની પુત્રીની છેડતી કરી બળાત્કારનો કર્યો પ્રયાસ, થઈ ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે બળાત્કારની કોશિશ અને છેડતીના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે બળાત્કારની કોશિશના આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે ભોગ બનનાર પણ એક નિવૃત પી.એસ.આઇની પુત્રી છે.
એક સમય આરોપીને સાથે રાખી ફોટો પડાવતા પીએસઆઇ હવે પોતે આરોપી તરીકે આવી ગયા છે. સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પી.એસ.આઇ આર. આર.મિશ્રાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. psi ઉપર આરોપ લાગ્યો છે કે, તેણે એક મહિલાની સાથે હોટેલમાં બળાત્કારની કોશિશ કરી હતી, પરંતુ મહિલા ભાગી ગઈ હતી.
આ મામલે psi એ તેને ધમકી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ પુરાવા પણ મળી આવ્યા હતા, અને સાથો સાથ જ્યારે મહિલા ભાગી રહી હતી તે સમયના એક સાક્ષી પણ મળી આવ્યા અને જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
વિગતે ઘટનાની વાત કરીએ તો, ગત 7-10-2019ના રોજ ફરિયાદી વાડજ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવવા માટે ગઈ હતી. ત્યારે તેની મુલાકાત psi આર. આર. મિશ્રા સાથે થઈ હતી. ત્યારબાદ આરોપી psiએ મહિલાનો નંબર લઈ તેને મેસેજ કરતો હતો અને whatsapp કોલ પણ કરતો હતો. ત્યારબાદ એક દિવસ આરોપી psiએ મહિલાને આશ્રમ રોડ પર આવેલ હોટેલ રેડ એપ્પલમાં બોલાવી તેની છેડતી કરી બળાત્કારની કોશિશ કરી હતી.
જોકે મહિલા હિમ્મત કરી ત્યાંથી ભાગી ગઈ હતી. પહેલા તો આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ ત્યારબાદ 15-7-2020ના રોજ ફરિયાદની તપાસ ક્રાઈમ બ્રાન્ચ ના acpને આપવામાં આવી હતી. હાલ તો psiની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ કેસમાં અન્ય એક psi ઉપર પણ આરોપ છે અને જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

