ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં ઐઠોર ચોકડીથી મંદિર સુધી 1 કિમીનો દર્શન કોરિડોર બનાવાયો, રોજ 5.60 લાખ શ્રદ્ધાળું દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની સંભાવના સાથે તૈયારીઓ હાથ ધરાઇ છે. જેમાં ઐઠોર ચોકડીથી ઉમિયા માતાજીના મંદિર સુધી એક કિમીના કોરિડોરની રચના કરાઇ છે. જેથી ધક્કામૂકી વગર અને સરળતાથી મા ઉમાના દર્શન થઇ શકે.

દર્શન કમિટી દ્વારા દર્શન વ્યવસ્થા માટે પૂરતી વ્યવસ્થા કરાઇ છે.

નિજમંદિરમાં કોરીડોર ઉપરાંત પેવેલિયન સ્ટેજ મુજબ વ્યવસ્થા 8ની લાઈન કરાઈ છે. જેનાથી સરળતાથી દર્શન અને પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધી માંના દર્શન થઇ શકે. બીજી વિશેષતા દર્શન કમિટીની ચંપલ વ્યવસ્થા છે. 2009નો ધાર્મિક ઉત્સવમાં દર્શનાર્થીઓ ચંપલ વિહોણા ન રહ્યા જેમાં દર્શન કમિટીનો સિંહફાળો રહ્યો હતો.

કોરીડોરમાં 40 ટન લોખંડનો ઉપયોગ

દર્શન કમિટીના ચેરમેન પટેલ એસ.કે. એન્જિનિયરના જણાવ્યા મુજબ, 75 કારોબારી સભ્યો તેમજ 1500 સ્વયં સેવકો 8-8 કલાકની 3 પાળીમાં સેવા બજાવશે. રોજ 6 લાખ દર્શનાર્થીઓ નીજમંદિરમાં દર્શન કરી શકે તે માટે ઐઠોર ચોકડી ઉમિયાબાગથી તમામ દર્શનાર્થીઓને આવવાની વ્યવસ્થા માટે 40 ટન લોખંડની પરિવેશન કરી કુલ 8 લાઈન બનાવી છે, જે એક લાઈનમાં એક મિનિટમાં 60 વ્યક્તિ તો 20 કલાકમાં 72 હજાર એમ કુલ 8 લાઈન દ્વારા રોજ 5.60 લાખ દર્શનાર્થીઓ દર્શનનો લ્હાવો લઈ શકે એવી વ્યવસ્થા કરાઈ છે.

દર્શન કરી બહાર જવાના બીજા માર્ગ થી પગરખાં મળી જશે  

દર્શન સ્થળનો આવન માર્ગ અને દર્શન કરી જવાના માર્ગ વચ્ચે એક બેરેક બનાવી છે, જે નીજમંદિરે દર્શનાર્થી પોતાના ચંપલ ઉતારી ટોકન લઈ દર્શન કરી બીજા દ્વારે બહાર નીકળી ચંપલ ઉતાર્યાવાળી બેરેકનો બીજો છેડો જાવન માર્ગે હોવાથી ટોકન આપતાં સરળતાથી પગરખાં મળી જશે. (જનસંપર્ક નંબર 9825414401)

ત્રણ એકસ્ટ્રા બુથોથી 1100 બસોનું સંચાલન કરાશે

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડનાર હોઇ રાજ્યના તમામ એસટી વિભાગે ટ્રાફિકને ધ્યાને લઇ આ પાંચ દિવસોમાં 1100થી વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. જેમાં બુથ નં.1 પરથી કેવલેશ્ર્વર મહાદેવ મંદિર પાછળ એક્સટ્રા બુથ ઉપરથી સાબરકાંઠા, ગોધરા (પંચમહાલ), ગાંધીનગર, વિસનગર તરફ જવા આવવા માટે એકસ્ટ્રા બસો મુકવામાં આવશે. બુથ નં.2 પરથી મલાઇ તળાવ (વણાગલા રોડ) તરફના એક્સ્ટ્રા એસટી બુથ પરથી બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લાની તેમજ વડનગર, ખેરાલુ, સતલાસણા તરફ જવા આવવા એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરાઇ છે.

પાલનપુર- ઊંઝા- અમદાવાદ હાઇવે પર બસો રાબેતા મુજબ ચાલશે

બુથ નં.1 પરથી કેવલેશ્ર્વર મહાદેવ મંદિર પાછળના બુથ ઉપર વિસનગર તરફથી આવતી એક્સ્ટ્રા બસો વાયા ઐઠોર કેવલેશ્ર્વર મંદિર આવશે અને તે જ રૂટ પર રવાના થશે. વિસનગર તરફથી આવતી કાયમી બસો વાયા ઐઠોર, ઉનાવા, હાઇવેથી ઊંઝા બસ સ્ટેશન થઇ રાબેતા મુજબ જશે. બનાસકાંઠા, કચ્છ, પાટણ તરફથી વિસનગર તરફ જતી કાયમી બસો ઊંઝા બસ સ્ટેન્ડ (ઉનાવા)થી જેતલવાસણા પાટિયા, વડુ, વાલમ થઇ વિસનગરથી રેગ્યુલર સંચાલન થશે.

બુથ નં.2 પરથી મલાઇ તળાવ (વણાગલા રોડ) એક્સ્ટ્રા બુથ પર બનાસકાંઠા, પાટણ, કચ્છ તરફથી આવતી એક્સ્ટ્રા બસો વાયા સર્કિટ હાઉસથી દિયોડ ફાટક થઇ રીંગરોડ પરથી હીરામણી પાર્ટીપ્લોટ થઇ વણાગલા ચાર રસ્તા, મલાઇ તળાવ તરફ એકસ્ટ્રા બુથ ઉપર આવશે અને આ રૂટ પર રવાના થશે. મલાઇ તળાવ એક્સ્ટ્રા બુથ ઉપર વડનગર તરફથી એક્સ્ટ્રા બસો વાયા ઉમતા, કરલી, વણાગલા થઇ મલાઇ તળાવ તરફના બુથ પર આવશે અને તે જ રૂટ પર રવાના થશે. મલાઇ તળાવ એકસ્ટ્રા બુથ પર ખેરાલુ તરફથી  એક્સ્ટ્રા બસો વાયા જાસકા, ઉપેરા, દાસજ થઇ વણાગલા ચાર રસ્તાથી મલાઇ તળાવના બુથ પર આવશે અને તે જ રૂટ પર રવાના થશે. ખેરાલુ- વડનગર તરફથી આવતી કાયમી બસો પણ આ રુટ ઉપરથી મલાઇ તળાવ બુથ ઉપરથી સંચાલિત થશે. આ બસો ડેપો સુધી આવશે નહીં.

બુથ નં.3 પરથી ઊંઝા ખાતે મહેસાણા- અમદાવાદ હાઇવે રિલાયન્સ પ્રેટ્રોલ પંપ (11 ગરનાળા)ની સામેના એક્સ્ટ્રા બુથ પરથી મહેસાણા, બહુચરાજી, કડી, કલોલ, અમદાવાદ, ખેડા, નડિયાદ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની બસો મુકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો