સુરેન્દ્રનગર/ મૂળીના ટીકરનો યુવાન આર્મીમાં ફરજ દરમિયાન શહીદ, માતાએ પતિ બાદ પુત્રની છત્રછાયા ગુમાવી

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાનાં ટીકર ગામનો યુવાન 18 વર્ષની ઉંમરે ભારતીય આર્મીમાં જોડાયો હતો. અને 8 વર્ષ બાદ પુનામાં ફરજ પર હતા તે દરમિયાન કોઇ કારણસર શહિદ થતા સમગ્ર ક્ષત્રિય સમાજ અને નાના એવા ટીકર ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.

મૂળી તાલુકાનાં ટીકર (પર) ગામે રહેતા ગંભીરસિંહ ભુપતભાઇ કાસેલાનાં કુટુંબી ભાઇઓ તેમજ ટીકર ગામનાં મોટી સંખ્યામાં યુવાનો આર્મીમાં હોવાથી ગંભીર પણ નાનપણથી જ દેશ માટે કાંઇક કરી છુટવાની ભાવનાં સાથે તૈયારી કરતા હતા. અને માત્ર 18 વર્ષની ઉમરે ગંભીરસિંહ કાસેલા એરફોર્સમાં જોડાયા હતા. અને તાલિમ બાદ પુના ખાતે તેઓ ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે ગુરૂવારે ફરજ પર હતા તે દરમ્યાન કોઇ કારણસર ગંભિરસિંહ શહિદ થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોઝુ ફરી વળ્યુ હતુ. જયારે શનિવારે અમદાવાદ એરપોર્ટ તેમનાં પાર્થિવદેહને લાવ્યા બાદ ગાર્ડઓફ ઓનર સાથે 11 વાગ્યા બાદ અંતિમવિધી કરાશે.

માતાએ પતિ બાદ પુત્રની છત્રછાયા ગુમાવી

શહિદ ગંભીરસિંહનાં પિતા ભુપતભાઇ કાસેલાનું વર્ષો પહેલા અવસાન થયુ હતુ. આથી પુત્ર ગંભીરસિંહને નોકરી મળતા વિધવા માતા હર્ષઘેલા બન્યા હતા. પરંતુ આ ખુશી જાણે થોડા વર્ષ માટેજ હોય તેમ નોકરીનાં આઠ વર્ષ બાદ ગંભિરસિંહ શહિદ થતા માતાએ પતિ બાદ પુત્રની છત્રછાયા ગુમાવતા સમગ્ર પરીવાર પર જાણે આભ તુટી પડ્યુ હતુ. શહિદ ગંભિરસિંહે ત્રણ વર્ષ પહેલા જ મૂળીનાં સરા ગામે રહેતા નિરૂબા કાસેલા સાથે લગ્ન થયા હતા. અને લગ્નજીવન દરમિયાન એક પુત્ર ધ્રુવનો જન્મ થતા પત્નિ પતિની અને બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો