અરવલ્લીના ઝુમસર ગામના જવાનનું બ્રેઈન હેમરેજથી મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે વતનમાં અંતિમ સંસ્કાર કરાયા

અરવલ્લીના ભિલોડા તાલુકાના ઝુમસર ગામના જવાનનું પુનામાં બ્રેઈન હેમરેજથી મોત થયું છે. તેમના મૃતદેહને વતન લાવવામાં આવતા લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા.

જવાનનું આકસ્મિક નિધન થતાં આર્મી દ્વારા મૃતદેહને વતન લઈ જવાયો હતો. ગામના સ્મશાનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

પુનાની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી

ઇન્ડિયન આર્મી રેજીમેંટ 511 એએસપી બટાલિયનમાં ફરજ બજાવતા કેવલ બહેચરભાઈ ચૌધરી (પટેલ)નું બ્રેઈન હેમરેજથી આકસ્મિક નિધન થયું હતું. 38 વર્ષીય જવાનને પુનાની આર્મી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર કારગત ન નિવડતા જવાને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

અમદાવાદ એરપોર્ટ પર આર્મી ઓફિસરે શ્રદ્ધાંજલિ અર્પી

સવારે એર ઈન્ડિયાના કાર્ગો વિમાનમાં કેવલ ચૌધરીના નરશ્વર દેહને લાવવામાં આવ્યો હતો. ત્યારે આર્મી ઓફિસર અને કમાન્ડિંગ ઓફિસર અનિલ ગુપ્તાએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. આર્મીએ જવાનના નશ્વર દેહને સંપૂર્ણ આદર સાથે લાવવા બદલ એર ઈન્ડિયાના કેપ્ટન દિવાન અને પ્રોફેશનલ મેનેર રાખનાર એર ઈન્ડિયા કાર્ગોના ક્રુ મેમ્બરની પ્રશંસા કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો