કેશોદના અનોખા લગ્ન: આર્મીમેન અને CRPFમાં સિપાહી તરીકે ફરજ બજાવતી યુવતીએ પ્રભુતામાં પગલાં પાડયા, આગેવાનોએ વરજોડાનું ગૌરવભેર સન્માન કર્યું.

જવલ્લે જ એવા કિસ્સા બનતા હોય છેકે યુવક અને યુવતી દેશની સુરક્ષા કરતી એજન્સીઓમાં ફરજ બજાવતા હોય અને તે બન્ને લગ્નગ્રંથીમાં જોડાતા હોય. આવો જ એક કિસ્સો જુનાગઢ જિલ્લાના કેશોદમાં બન્યો છે. કેશોદ પંથકના મેસવાણ ગામની યુવતી વિભુતી કે જે બંગાળમાં CRPFમાં સિપાહી તરીકે સેવા આપી રહી છે, તેના લગ્ન મૂળ અજાબ ગામના અને અમદાવાદ રહેતો આકાશ નામનો યુવક આર્મીમાં સૈનિક તરીકે ફરજ બનાવી રહ્યો છે. જેમણે સમાજના આગેવાનોની હાજરીમાં પ્રભુતામાં પગલા પાડી નવજીવનની શરૂઆત કરી છે. આ તકે સમાજના આગેવાનોએ વરજોડાનું ગૌરવભેર સન્માન કર્યું હતું.

કેશોદના મેસવાણ ગામે રહેતા કેડવા પટેલ જયંતી ભલાણીની પુત્રી વિભુતી હાલ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ(CRPF)માં છેલ્લા 6 વર્ષથી સિપાહી તરીકે ફરજ બજાવી રહી છે. જ્યારે મૂળ અજાબ ગામના અને હાલ અમદાવાદ રહેતા કાંતી મેઘજી દેસાઈનો પુત્ર આકાશ છેલ્લા 10 વર્ષથી આર્મીમાં સૈનિક તરીકે દેશની સુરક્ષા કરી રહ્યો છે.

બન્ને પરિવારોની સહમતિથી 10 ડિસેમ્બરના રોજ મેસવાણ ગામે તેમના લગ્ન યોજાયા હતા. આ તકે ગામના આગેવાનોએ નવદંપતિને કાયમી દેશની ગૌરવપૂર્ણ સેવા કરતા રહો તેવા આર્શીવચન પાઠવ્યા હતા. ગામની દીકરી ફરજમાં સેવા બજાવતી હોય જમનાદાસ દેત્રોજા સહિતના સમાજના આગેવાનોએ લગ્નપ્રસંગ માટે સમાજની વાડી નિશુલ્ક ફાળવી આપી હતી. તેમજ નવદંપતિનું લગ્ન મંડપમાં સન્માન કરવામાં આવ્યું હતું. નવદંપતિના બન્ને પરિવારોએ તમામ આગેવાનો અને લોકોનો આભાર માન્યો હતો.

મેસવાણના પટેલ સમાજના આગેવાન વી.ડી.કરડાણીએ જણાવ્યું હતું કે, અમારા ગામ અને સમાજ માટે આજે ગર્વ લેવા જેવો દિવસ છે. કારણ કે, દેશ સેવા માટે બંગાળમાં ફરજ બજાવતી અમારી દીકરી દેશ સેવા માટે સેનામાં ફરજ બજાવતા યુવક સાથે લગ્‍નગ્રંથીથી જોડાઇ છે. ત્‍યારે અમારૂ ગર્વ બેવડાયુ છે. ભવિષ્‍યમાં નવદંપતિ પોતાની ફરજ સારી રીતે બજાવતા રહે તેવા આર્શીવાદ સમાજના સૌકોઇએ આપ્‍યા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો