કોરોનાના કહેર વચ્ચે માનવતા મહેકી ઉઠી: આર્મી જવાને અમદાવાદમાં ગરીબો અને શ્રમજીવીઓ માટે શરૂ કર્યું રસોડું
કોરોના વાયરસનો (Coronavirus) કહેર વધી રહ્યો છે તેવામાં દેશભરમાં લોકડાઉનના પગલે ગરીબોની હાલત કફોડી થઈ છે. ગરીબ પરિવારોને મદદ કરવા અનેક લોકો આગળ આવતા માનવતા મહેંકી ઉઠી છે. ત્યારે દેશની સરહદ પર સુરક્ષા કરતા આર્મી જવાને પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંજાબમાં બોર્ડર પર ફરજ બજાવતા એક આર્મી જવાને અમદાવાદમાં ગરીબ અને શ્રમજીવીઓ માટે બે ટંક ભોજનની વ્યવસ્થા કરી છે.
દેશભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. વધી રહેલા કેસને પગલે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે રોજનું કમાઈને રોજ ખાનારા પરિવારઓની હાલત કફોડી બની છે. ત્યારે દેશની સરહદની સુરક્ષા કરતા આર્મી જવાનનું હૃદય પણ હાલની પરિસ્થિતિથી દ્રવી ઉઠ્યું છે. પંજાબમાં ફરજ બજાવતા આર્મીના જવાન જીગર વાઘેલાએ અમદાવાદમાં રસોડું શરૂ કરાવ્યું છે. રોજનું કમાઈને રોજ ખાનારા લોકોને કામ બંધ થઈ ગયું છે. કામ નહીં મળતા પરિવાર ને ભોજન ના ફાંફાં પડી રહ્યા છે. તેવામાં આવા ગરીબ પરિવારોના ભોજન ની વ્યવસ્થા આર્મી જવાને અને અમદાવાદમાં વસતા તેના મિત્રો અને સમાજના સભ્યોએ જવાબદારી ઉપાડી લીધી છે.
શહેરના દરિયાપુર વિસ્તારમાં 200થી 300 લોકોને ભોજન કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગરીબોને અને શ્રમજીવીઓને ભોજન મળી રહે તે માટે શરૂ કરાવ્યું છે. ગરીબો માટે તમામ ચીજવસ્તુઓ મળી રહે તેની આર્થિક મદદની વ્યવસ્થા આર્મી જવાને કરી છે. તેના મિત્રો દ્વારા એક છકડો રીક્ષા તૈયાર કરવામાં આવી છે. જે સવારે અને સાંજે ગરીબો માટે ભોજન લઈને નીકળે છે અને ભૂખ્યા લોકોને આપવામાં આવ્યું રહ્યું છે.
મહત્વનું છે કે, કોરોના વાયરસની આ સંકટની ઘડીમાં પોલીસ જવાનોની પણ માનવીય કામગીરી જોવા મળી છે. રોજનું કમાઈને રોજ ખાનારા લોકો માટે પોલીસ કર્મીઓ એ પણ ભોજનની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સંગઠનો પણ મદદ કરી રહ્યા છે. સૌનું લક્ષ્ય માત્ર એક જ છે કે આ સંકટ સમયે કોઈ ગરીબ ભૂખ્યો ના રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

