સેનાના જવાનના મૃત્યુ બાદ પાર્થિવ દેહ ઘરે આવ્યો તો પત્નીએ કરી લીધી આત્મહત્યા, બન્નેની અર્થી એક સાથે ઉઠી

જમ્મુમાં ફરજ પર રહેલા 29 વર્ષિય લશ્કરના સૈનિક બજરંગ ભગતનો પાર્થિવ દેહ 1લી જાન્યુઆરીના રોજ ઝારખંડમાં તેમના વતન બહેરાટોલી પહોંચ્યો હતો. પરંતુ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે તે અગાઉ તેમની પત્ની મનીત ઉરાંવે કુવામાં કૂદીને જીવ આપી દીધો હતો. ત્યારબાદ પતિ-પત્ની બન્નેની અર્થી એક સાથે ઉઠી હતી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બજરંગ ભગત અને મનીતાઉરાંવના લગ્ન બે વર્ષ અગાઉ થયા હતા. લશ્કરના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બજરંગનું મોત 29મી ડિસેમ્બરની રાત્રે પથારીમાંથી પડી જતા થયું હતું.

મનીતાના મૃત્યુ બાદ તેના પરિવારે બજરંગની બહેન તથા બનેવી પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે સંતાન નહીં હોવાથી બજરંગની બહેન મનીતાને સતત ટોણા મારતી હતી, જેથી તંગ આવી આ પગલું ભર્યું છે. બજરંગના પિતાનું અગાઉ અવસાન થયું હતું. પાંચ બહેનોના લગ્ન થઈ ગયા છે અને હવે ઘરમાં ફક્ત તેમની માતા જ છે.

જમ્મુમાં પથારીમાંથી પડી જતા બજરંગનું મોત થયું

બજરંગ વર્ષ 2012માં સેનાના ભરતી થયા હતા. ત્યારબાદ રેજીમેન્ટલ સેન્ટર નાગપુરના યુનિટ 17માં ગાર્ડના પદ પર ફરજ બજાવતા હતા. આશરે 3 મહિના અગાઉ તેમનું જમ્મુમાં પોસ્ટીંગ થયું હતું. યુનિટના CO વિજય સિંહે ફોન પર જણાવ્યું હતું કે રાત્રે ઊંઘમાં પથારીમાંથી પડી જવાને લીધે જવાનનું મોત થયું હતું. જોકે પરિવારે કહ્યું છે કે 29મી ડિસેમ્બર રાત્રે 10 વાગે બજરંગના મોબાઈલ પર વાત થઈ હતી અને સવારે 8 વાગે અચાનક જ ફોન પર સૂચના મળી હતી કે બજરંગનું મૃત્યુ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો