ચૂંટણીકાર્ડમાં સુધારા માટે મતદારે કચેરીના ધક્કા નહીં ખાવા પડે, જાણો વિગતે.

પહેલી સપ્ટેમ્બરથી મતદાર યાદી માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મતદારો તેમના નામ સહિતના સુધારા કરવા મોબાઈલ એપથી અરજી કરી શકશે અને તેમને ચૂંટણી પંચની કચેરીના ધક્કા ખાવા નહીં પડે.

કારણ કે હવે બી.એલ.ઓ-અધિકારી રજિસ્ટરના બદલે મોબાઇલ સાથે રાખીને ડોર ટુ ડોર સર્વે કરશે અને સાથે સાથે અરજદારનું કામ પણ કરી આપશે. જેને કારણે મતદાતાઓને ખૂબ જ રાહત મળશે ચૂંટણીકાર્ડ અને મતદાર યાદીમાં નામ ઉમેરવાં, નામ કાઢવાં કે સુધારો કરવા જેવી બાબતમાં લોકોને કચેરીએ ખૂબ ધક્કા ખાવા પડે છે.

જેને કારણે અમુક અરજદારો સુધારો કરવાની પ્રક્રિયામાંથી દૂર ભાગતા ફરે છે. તેને કારણે મતદારયાદી પર મોટી અસર પડે છે. ગત ચૂંટણી વખતે પંચ દ્વારા વોટર હેલ્પલાઇન નામની મોબાઈલ એપ લોન્ચ કરાઈ હતી.

એપથી સુધારા માટે અરજી થયાથી અરજી કર્યા બાદ બી.એલ.ઓ મતદારના ઘરે આવીને ખરાઇ કરશે તેમજ ચૂંટણી પંચના અધિકારીઓ માટે બનાવેલી એપ મારફતે તેનો રિપોર્ટ ફાઈલ કરશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ અરજદારને ચૂંટણીકાર્ડ મોકલવામાં આવશે.

આ સિસ્ટમના કારણે અરજદારોને કચેરીએ એક પણ ધક્કો ખાવો પડશે નહીં. તેમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનમાં મતદારો મોબાઈલ એપમાં પોતાનું નામ અને પરિવારનાં નામ ચકાસી લેવાં.

જો તેમાં ભૂલ જણાય અથવા તો બીજા કોઈ સુધારા કરવાના હોય તો તેમાં વિકલ્પ આપવામાં આવેલો હશે. સુધારા માટે અરજદારે તમામ વિગતો ભરી દેવાની રહેશે. તેમ જ ફોટો અને અન્ય પુરાવા જોડવા હોય તો તેને પણ અપલોડ કરવા પડશે. અરજી અપલોડ થતાં જ જે તે સ્થળના બી.એલ.ઓને તેનો મેસેજ મળી જશે.

ડોર ટુ ડોર વેરિફિકેશન સરવે શરૂ થશે

વોટર વેરીફિકેશન પ્રોગ્રામ હેઠળ 30 સપ્ટેમ્બર સુધી દરેક બીએલઓ ઘરે-ઘરે પહોચીને સર્વે કરશે. જેમાં એક-એક મતદાતાનું કાર્ડ ચેક કરાશે, જો કોઈ મતદાતાનું નિધન થઈ ગયું હશે તો તેમનું નામ કમી કરવાનું કામ પણ કરવામાં આવશે. ઈલેક્શન કમિશન દ્વારા મેગા મિલિયન અભિયાનની શરૂઆત તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસીત પ્રદેશોમાં કરવામાં આવી છે. આ અભિયાનમાં રાજ્યના સ્તર પર 36 સીઈઓ અને જિલ્લા સ્તર પર 740 જિલ્લા ચુંટણી અધિકારી સહિત અંદાજીત 10 લાખ મતદાન કેન્દ્રો પર બીએલઓ મતદાતાઓના વેરીફિકેશનની કામગીરીમાં જોડાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો