અનુપમ ખેરનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો, માતા અને ભાઇ સહિત 4 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેના પુત્ર અભિષેક બચ્ચનને કોરાના પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઇ સહિતી પરિવારના 4 લોકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અનુપમે વીડિયોમાં જણાવ્યું હતું કે તેની માતા દુલારીની તબિયત થોડા દિવસોથી ખરાબ હતી. તેમને કેટલાક દિવસોથી ભૂખ નથી લાગતી અને તે સુઇ રહેતા હતા. ડોક્ટરની સલાહ પર, તેણે તેમની માતાનો બ્લડ ટેસ્ટ કરાવ્યો છે. જેમાં બધું બરાબર થઈ ગયું. બાદમાં, સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હળવા કોવિડ -19 પોઝિટિવના લક્ષણો જોવા મળ્યા..

આ બાદ અનુપમ અને તેના ભાઇ રાજુએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો રિપોર્ટમાં અનુપમ નેગેટિવ આવ્યા છે. જ્યારે ભાઇ રાજુનો ટેસ્ટ રિઝલ્ડ માઇલ્ડ કોવિડ-19 આવ્યો છે. તે બાજ રાજુના પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમા અનુપમની ભાભી એટલે રાજૂની પત્ની અને ભત્રીજી વૃંદા માઇલ્ડ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો ભત્રીજો નેગેટિવ છે.

હાલ અનુપમે જણાવ્યું કે તેમની માતાને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે બીએમસીને પણ સૂચના આપવામાં આવી છે હવે તેમના ઘરને સેનેટાઇઝ કરવામાં આવશે. અનુપમે લોકોથી અપીલ કરી છે કે તે તેમના માતા-પિતાનું ધ્યાન રાખે. તેમણે ડોક્ટર્સના પણ વખાણ કર્યા છે. જે દિવસ-રાત લોકો માટે કામ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો