માતાજીનો પ્રસાદ: અંબાજીમાં જ્યાં મોહનથાળ બને છે તે પ્રસાદઘરમાં કીડી મકોડા આવતા નથી, આ વર્ષે 32 લાખ પ્રસાદના પેકેટ બનાવવામાં આવશે

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં માતાજીનો પ્રસાદ માઇભક્તોને પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના ચાચર ચોકમાં વધારાનાં પ્રસાદ કેન્દ્રો પણ ગોઠવવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે મોહનથાળ જ્યાં બને છે તે પ્રસાદઘરમાં ક્યારેય કીડી મકોડા આવતા નથી.

ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા આ વર્ષે 32 લાખ પ્રસાદના પેકેટ બનાવવામાં આવનાર છે. જેમાં પ્રસાદના નાના પેકેટ 30 લાખ તથા મિડીયમ અને મોટા પેકેટ 2 લાખ બનાવાશે. મોહનથાળનો પ્રસાદ બનાવવા 6 હજાર ડબ્બા ઘી (90 હજારકિ.લો.)નો ઉપયોગ કરાશે. ઉપરાંત 1.20 લાખ કિ.લો. બેસન, 1.80 લાખ કિ.લો. ખાંડ, દૂધ 21 હજાર લીટર અને ઇલાયચી 240 કિ.લો.નો ઉપયોગ કરાશે.

આ અંગેની વિગતો આપતા પ્રસાદ ઘરના કર્મચારી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મા અંબાના ધામ અંબાજીમાં ભક્તો માટે તૈયાર થતા પ્રસાદમાં ક્યારે પણ કીડી-મકોડા લાગતા નથી મોટાભાગે જ્યાં મીઠી વસ્તુ હોય છે ત્યાં કીડી-મકોડા આવી જતા હોય છે પરંતુ માતાજીને ચઢતાં થાળમાં ક્યારેય આ પ્રકારની ઘટના બની નથી.’

માતાજીને સવારે બાલભોગ, બપોરે રાજભોગ અને સાંજે શયનભોગ ધરાવવામાં આવે છે

અંબાજી મંદિરમાં માતાજીને સવારે બાલભોગમાં સોજીનો શીરો ધરાવાય છે. બપોરે રાજભોગમાં જમવાનો થાળ ધરાવાય છે. જેમાં મીઠાઇ, પુરી, બે શાક, કઠોળ, ફરસાણ, દાળ ભાત અને રાયતુ ધરાવાય છે. સાંજે શયનભોગમાં ફ્રુટ, દૂધ અને મગજ મીઠાઇ ધરાવાય છે. માતાજીને ધરાવવાના ભોગની બધી જ વસ્તુઓ લાકડા ઉપર અને ઘી માં જ બનાવાય છે. કયાંય તેલનો ઉપયોગ થતો નથી. માતાજીનો પ્રસાદ માઇભક્તોમાં વિશેષ મહિમા અને મહત્વ છે.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો