સતાધારની જગ્યાના મહંત જીવરાજબાપુના પાર્થિવદેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો

સતાધારના મહંત જીવરાજબાપુ 93 વર્ષની વયે સોમવારે રાત્રે 10 વાગે દેવલોક પામ્યા છે. જીવરાજબાપુ સતાધારના 7માં મહંત હતા. આજે જીવરાજબાપુના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે કાચની પેટીમાં રાખવામાં આવ્યા છે. સતાધારની જગ્યામાં બાપુના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે. અંતિમ દર્શન બાદ પાલખીયાત્રા નીકળશે. જેમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સાધુ-સંતો જોડાશે. મોરારિ બાપુએ જીવરાજ બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

કેટલાક સમયથી બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી

છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જીવરાજ બાપુને સતાધારની જગ્યામાં સમાધિ અપાશે. ગત રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવરાજ બાપુની તબિયત પૂછી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા જીવરાજ બાપુને ન્યુમોનિયા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

જીવરાજબાપુનો જન્મ માધવપુર (ઘેડ)નાં સરમા ગામે થયો હતો

મહંત જીવરાજ બાપુનાં નિધનનાં સમાચાર મળતાં તેમનાં સેવકો મોટી સંખ્યામાં રાત્રિથીજ સતાધાર આવી ગયા હતા. તેમને આજે બપોર બાદ આપાગીગાની જગ્યામાં જ સમાધિ આપવામાં આવશે.જીવરાજબાપુનો જન્મ માધવપુર (ઘેડ)નાં સરમા ગામે થયો હતો. અને નાની વયથીજ સત્તાધારની જગ્યામાં આવી ગયા હતા અને વર્ષ 1982માં મહંત બન્યા હતા.

જીવરાજબાપુ ગાયોની સેવા કરી ગૌશાળામાં જ રહેતા

જીવરાજબાપુ ગાયોની સેવા કરી ગૌશાળામાં જ રહેતા હતા. તેમણે 1982માં મહંતની ગાદી સંભાળી હતી. શ્યામજીબાપુએ તેમને મહંત બનાવ્યા હતાં. નાની ઉંમરથી તેઓ સતાધારમાં સેવા કરતા હતાં. ઉલ્લેખનીય છે કે, આપાગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સતાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ, ત્યારબાદ રામબાપુ અને તેવી જ રીતે હરીબાપુ અને ત્યારબાદ લક્ષ્મણબાપુ, પછી શ્યામજીબાપુ અને તે પછી જીવરાજબાપુએ સતાધારની જવાબદારી સંભાળી હતી., ત્યારબાદ તેમનાં શિષ્ય જગદીશબાપુ દેવ થયા બાદ હાલ લઘુમહંત તરીકે વિજયબાપુ સતાધારની જવાબદારી સંભાળી રહ્યા છે.

યાત્રિકોને એસીની સુવિધા આપતા પણ પોતે પંખો પણ ચાલુ કરતા નહીં

જીવરાજબાપુ બાલ્ય અવસ્થાથી જ સતાધાર હતા. ગુરૂ શામજીબાપુએ તેમની તિલકવિધી કરી ગુરૂ દિક્ષા તેમને મહંત તરીકે બિરાજમાન કર્યા હતા. 35 વર્ષથી સતાધારની જગ્યામાં ભક્તિભાવમાં લીન રહી માનવ સેવા એ જ પ્રભુ સેવા સમજી સેવારત રહ્યા. જીવરાજબાપુ કદી ધાર્મિક રોજનીશીમાં થાકતા નહીં, ક્યારેક રાત્રે બે વાગે સુતા તો પણ સવારે 4 વાગ્યે ઉઠી જતા. અખાડામાં જ્યાં કુંભ હોય ત્યાં રસોઇ આપવાની પરંપરા પણ તેમણે નિભાવેલી. તમામ તિર્થયાત્રા બાપુએ કરેલી છે. બેહદ સાદગીથી જીવન જીવતા હતા. તેમના ઓરડામાં કદી પંખો કરતા નહોતા પરંતુ યાત્રીકો માટે એસી સુવિધા ઉભી કરી પોતે તીવ્ર ગરમીમાં પણ પંખો ન કરતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો