ગુજરાત પોલીસની મોટી સફળતા: વહેલ માછલીની 10 કરોડની ઉલટી લાવનાર મુખ્ય સૂત્રધાર અંસારી જૂનાગઢથી ઝડપાયો

૧૦ કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટીની (અંબરગ્રીસ) પકડવાના મામલે આનંદનગર પોલીસે જૂનાગઢથી મુખ્ય સૂત્રધાર ગફાર અંસારીને ઝડપી લીધો છે. એન્ટીક વસ્તુઓના વેપારી ગફારે એમ્બરગ્રીસ વેચવાની વાત કરતાં રાજકોટના મુલચંદે રાજસ્થાનના સુમેર સાથે મુલાકાત કરાવી હતી. બીજી તરફ ગાંધીધામ કચ્છના કમલેશ પંજાબીએ એમ્બરગ્રીસ શોધવા માટે સુમેરને કામ સોંપ્યું હતું. અમદાવાદમાં સંજય પટેલે પોતાની કાર સુમેર સોની સહિતના આરોપીઓને ફરવા માટે આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આનંદનગર પોલીસે સીમા હોલ પાસે આવેલા દેવપ્રીયા કોમ્પ્લેક્સ પાસેથી શુક્રવારે રાત્રે ૫ કિલો ૩૫૦ ગ્રામ એમ્બરગ્રીસ સાથે પોલીસે સુમેર સોની, ખાલીદ ઓફી અને શરીફ છીડાને ઝડપ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં તેઓ પાસે આ બાબતે કોઈ બિલ કે કાયદેસરનાં કાગળો ન હોવાથી તમામને શંકાને આધારે અટક કરી તપાસ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ આ જથ્થો જૂનાગઢના એન્ટીક વસ્તુના વેપારી ગફાર અંસારીએ આપ્યાની કબૂલાત કરી હતી. રાજકોટના મુલચંદે એમ્બરગ્રીસ વેચવા માટે ગફાર સાથે મુલાકાત કરાવ્યાનું ખુલ્યું તેમજ કચ્છના કમલેશ પટેલે એમ્બરગ્રીસ શોધવાનું કામ સુમેરને સોંપ્યું હતું.

આ એંબરગ્રીસ વેચનાર અને લેનાર વચ્ચે દલાલો મુલાકાત કરાવે તે પહેલા આનંદનગર પોલીસે આરોપીને ઝડપી લીધા હતા. આરોપી સુમેર, ખાલીદ અને શરીફને અમદાવાદમાં ફરવા માટે સંજય હરજીભાઈ પટેલ રહે, ઝાલાવાડી કે.પી.પટેલ સોસાયટી, વિરમગામનાએ આપી હતી. પોલીસે સમગ્ર મામલે વિગતો બહાર આવ્યા બાદ સાત આરોપી વિરુદ્ધ વાઇલ્ડ લાઈફ એક્ટ મુજબ ગુનો નોંધી સુમેર સહીત ત્રણ લોકોની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

બીજી તરફ ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસની જુદી જુદી ટીમ જૂનાગઢ સહીતના સ્થળોએ રવાના કરવામાં આવી હતી. આ દરમિયાન એમ્બરગ્રીસનો જથ્થો લાવનાર મુખ્ય સૂત્રધાર ગફાર અંસારીને અટક કરી જૂનાગઢથી અમદાવાદ આવવા પોલીસ ટીમ રવાના થઈ ગઈ છે. આ ગુનામાં ફરાર સંજય હરજી પટેલ, કમલેશ પંજાબી અને મુલચંદની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો