સુરતમાં 3 માસૂમ વર્ષની બાળકીએ ફોન કરીને કહ્યું- પપ્પા ઘરે કયારે આવશો, દીકરી તો રાહ જોતી રહી અને કોરોનાએ પિતાનો જીવ લઇ લીધો

કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોકોની સેવા કરતા સતત પોતાને કામને પ્રાધાન્ય આપનાર મનપા કર્મચારી પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. મનપા કર્મચારી કોરોના સામે 16 દિવસના જંગ બાદ પોતાના પ્રાણની આહુતિ આપી છે. કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં મનપાના 41 કરતા વધુ કર્મચારીએ પોતાના જીવ ગુમાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સુરત મનપામાં સિવિલ સુપરવાઈઝર તરીકે કામ કરતાં અંકિત કોન્ટ્રાક્ટરને 16 દિવસ અગાઉ કોરોના થયા બાદ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં દાખલ પિતાને હૂંફ મળે તે માટે સંબંધીએ પરિવાર સાથે વીડિયો કોલથી વાત કરાવતા હતા. 16 દિવસની સારવાર બાદ મનપા કર્મચારી અંકિત કોન્ટ્રાક્ટરને ગતરોજ 3 વર્ષની બાળકીએ પપ્પાને ફોન કરીને કહ્યું કે, પપ્પા તમને કેવુ છે, ઘરે કયારે આવશો. પપ્પાના મોઢા પર ઓકિસજન લાગેલો હતો અને ઉપરથી વેન્ટીલેટરનો અવાજ આવતો હતો. જેના કારણે વધારે બોલી શકે તેમ ન હોવા છતાં દીકરી જયારે વાત કરતી હોય છે, ત્યારે પિતાએ હાથ દેખાડી આવજો કરી સામેથી કહ્યું કે ચાલ દીકા કાલે આવી જઈશ. જોકે દીકરીને ખબર ન હતી કે પિતા આપણા ઘરને બદલે ભગવાનના ઘરે ચાલ્યા જશે. બસ દીકરી તો રાહ જોતી રહી કોરોના વોરીયર્સ એવા અંકિત કોન્ટ્રાકટરનું અઠવાગેટની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની બીમારીને કારણે મંગળવારે સવારે અવસાન થયું છે.

35 વર્ષીય અંકિત કોન્ટ્રાકટર છેલ્લા 16 દિવસથી કોરોનાની બીમારીથી પિડાતા હતા. કોરોનામાં અંકિતનો જીવ ઓકિસજન ડાઉન થવાને કારણે ગયો હતો. પાલિકામાં કોરોનાની કામગીરી વેળા તેઓ સંક્રમિત થયા હતાં. અંકિત કોન્ટ્રાકટર કાઠાં વિસ્તારના આભવા ગામના વતની છે. સંતાનમાં 3 વર્ષની દીકરી અને પરિવારમાં પત્ની અને માતા-પિતા છે. પિતા પાલિકામાં પૂર્વ ડેપ્યુટી ઈજનેર હતા. એકનો એક દીકરો ગૂમાવતા પરિવારની હાલત કફોડી બની છે.

હજુ 3 દિવસ પહેલા તેની લગ્નની એનિવર્સરી પણ ગઈ હતી. હોસ્પિટલના બિછાનેથી પત્નીને હેપ્પી મેરેજ એનિવર્સરી કહેનાર અંકિત કોન્ટ્રાક્ટરની વિદાયથી સમગ્ર કાંઠા વિસ્તારમાં શોકની કાલિમાં છવાઈ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો