સુરતમાં માનવતાને સર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો: કોરોનાથી વૃદ્ધાનું મોત થતાં સોનાની વીંટી ગુમ, રહસ્યમય રીતે બાથરૂમ પાસેથી મળી

રાજ્યમાં હાલ કોરોના વાયરસના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે, તેવામાં માનવતા નેવે મૂકીને આપણને શરમ અનુભવાય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતની સ્વીમેર સિવિલ કેમ્પસ સ્થિત કોવિડ-19 હોસ્પિટલમાં બેગમપુરાની કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મોત બાદ સોનાની વીંટી ગાયબ થઈ જતા હોબાળો થયો હતો. માતાની અંતિમ નિશાની એવી વીંટી પરત મેળવવા માટે મૃતક વૃદ્ધાની પુત્રીએ તબીબી અધિકારીઓને ફરિયાદ કરી હતી. દરમિયાન રહસ્યમય રીતે વીંટી બાથરૂમ પાસેથી મળી આવતા મામલો થાળે પડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બેગમપુરા મોતી ટોકિઝ પાસે રહેતા રૂકૈયાબેન રાજકોટવાળા (ઉ,વ.79)ને ગત તા. 6ઠ્ઠીએ કોરોનાનાં લક્ષણો સાથે સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. દરમિયાન ગુરુવારે સવારે તેમની પુત્રી મરીયમબેનને સિવિલમાંથી માતાની તબિયત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર રખાયા છે. જેને પગલે તેઓ સિવિલમાં પહોંચતા થોડા સમય બાદ માતાનું મોત થઈ ગયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

મૃતક રૂકૈયાબેનના હાથમાં સોનાની અને ચાંદીની એમ બે વીટી પહેરી હતી, જે પૈકી સોનાની વીંટી નહીં દેખાતા પુત્રી મરિયમબેને માતાની અંતિમ નિશાની એવી સોનાની વીંટી પરત મેળવવા માટે હંગામો કર્યો હતો. જો કે, અહીંના કર્મચારીઓએ ધ્યાન નહીં આપતા વાત પોલીસ અને તબીબી અધિકારીઓ સુધી પહોંચી હતી. દરમિયાન રહસ્યમય રીતે રાત્રે વીંટી બાથરૂમ પાસેથી મળી આવી હતી.

આ મામલે તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, વીંટી કાઢવાના લઈ ગેરસમજ થઈ હોવાની શક્યતા છે. જો કે વીંટી પાછી મળી આવતા પરિવારે કોઈ ફરિયાદ કરી નહોતી, અને મામલો થાળે પડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો