વડોદરામાં લવજેહાદનો બીજો કિસ્સો: વાઘોડિયા રોડ પર રહેતી પાટીદાર યુવતીને ફસાવીને આણંદના વિધર્મી યુવાને લગ્ન કરી લીધા હતા

વડોદરા (Vadodara)ના વાઘોડિયા રોડ (Waghodia Road) પર રહેતી પટેલ યુવતી (Patel Girl)ને ફસાવીને આણંદ (Ananad)ના વિધર્મી યુવાને (Muslim youth) લગ્ન (Marriage) કરી લીધા હતા. આ યુવતીએ તેઓનું લગ્નજીવન સુખી હોવાનું જણાવતા તેમા કોઈ બાધા ઉભી ના કરે તે માટે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ (Senior officers of the city police)ને એક અરજી (Application) કરી છે.

વાઘોડિયા રોડની પટેલ યુવતી 10 વર્ષથી આણંદના એક વિધર્મી યુવાનના પ્રેમમાં હતી. જે બાદ તેમને પાંચ મહિના અગાઉ સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ લગ્નની નોંધણી કરાવી દીધી છે. જો કે, યુવતીએ તાજેતરમાં જ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓને એક અરજી કરી છે.

આ અરજીમાં યુવતીએ જણાવ્યું છે કે અમે ઉંમરે પુખ્ત છે અને અમારું સારૂં નરસુ સમજી શકીએ છીએ. આણંદના વિધર્મી યુવાન સાથે લાંબા ગાળાના પ્રેમ સંબંધમાં અમે ગાઢ રીતે બંધાઈ ગયેલા છે. અમે એકબીજાના પ્રેમ અને હૂંક વગર રહી શકતા નથી. આથી અમે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ વડોદરામાં લગ્ન નોંધણી કરાવી છે. અમે પતિ-પત્ની તરીકે એકબીજા સાથે રહીએ છીએ અને અમારું સુખરૂપ દાંપત્પજીવન જીવન જીવવા તેની સાથે જઈ રહી છું.

પરંતુ અમારા લગ્ન જીવનમાં કોઈ વિધ્ન કે બાધા ન આવે અને અમારા લગ્નથી નારાજ થઈને કોઈ લોકો કાયદાકીય કાર્યવાહી ના કરે તે માટે અમારે હાલ અરજી કરવાની જરૂર પડી છે. હું મારી મરજીથી મારું સારું નરસુ સમજીને ગઈ છું મને કોઈએ દાબ-દબાણ કે ધાક ધમકી આપી નથી. મારા પરિવાર તરફથી કે અન્ય કોઈ વ્યક્તિ તરફથી કોઈ પણ જાતની અરજી કે અન્ય કોઈ કાર્યવાહી કરે તો અરજીને મારું નિવેદન સમજી તેનો યોગ્ય નિકાલ કરવો..

અરજી કરાવી સુરક્ષિત રહેવાની વિધર્મી યુવાનોની ચાલ

યુપીમાં લવ જેહાદના કાયદાના પગલે હવે બીજા રાજ્યોમાં પણ આ કાયદો બને તે માટેની માંગ વધી રહી છે. જ્યારે આવા કિસ્સામાં હિન્દુ સંગઠનો પણ આક્રમક બન્યા છે. ગેરમાર્ગે દોરવાયેલી હિન્દુ યુવતીના પુનર્વસન માટે તેઓએ કમરકસી છે. નાગરવાડાની બ્રાહ્મણ યુવતીના બનાવથી ચકચાર મચી ગઈ છે. તેવા સમયમાં જ વાઘોડિયા રોડ ઉપરની યુવતીએ કરેલી અરજીએ વિધર્મી યુવાનોની ચાલનો પર્દાફાશ કર્યો હોવાનું જાણકારો માની રહ્યા છે. હિન્દુ યુવતી સાથે લગ્ન કરનાર વિધર્મી યુવાનો પત્નીને આગળ ધરીને પોલીસ રક્ષણ મેળવવાનો કિમીયો અજમાવાઈ રહ્યાનું મનાય છે.

વિધર્મી સાથેના લગ્ન અંગેની કોઈ અરજી મળી નથી

વાઘોડિયા રોડની યુવતીએ વિધર્મી યુવાન સાથે લગ્ન કર્યા હોવા અંગેની અરજી ઉચ્ચ પોલીસ અધિકારીને કરી હોવાની સોશિયલ મીડિયા ઉપર ફરતી થઈ છે. જેમાં તેને પોતાના પરિવારના કે અન્ય કોઈ વ્યક્તિ કોઈ કાયદાકીય કાર્યવાહી ખોટી રીતે ના કરે તેવું જણાવ્યું છે. આવી કોઈ પણ અરજી મળી નહીં હોવાનું પાણીગેટના પીઆઈ કોલચાએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો