જરૂરિયાત મંદ લોકો માટે ખાલી રૂ.10માં ભોજન: મળે છે 6 રોટલીઓ,શાક, અથાણું.

બહારથી જે લોકો ચંદીગઢ પીજીઆઇ આવે છે અથવા તો બીજી કોઇ હોસ્પિટલમાં જાય છે અને જે લોકો સસ્તું, સ્વચ્છ રીતે બનેલું ભોજન ઇચ્છતા હોય છે તેમની આ ડિમાન્ડ અન્નપૂર્ણા અક્ષયપાત્ર યોજનાથી પૂરી થઇ રહી છે. આ સ્કીમને 3 જાન્યુઆરી, 2017ના રોજ યુટી ચંદીગઢ રેડક્રોસ તરફથી શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમને ફક્ત 500 પેકેટ સાથે શરૂ કરવામાં આવી હતી. પરંતુ, ધીમે-ધીમે જ્યારે તેના વિશે લોકોને ખબર પડી અને જરૂરિયાતવાળા લોકો સુધી ભોજન ફક્ત 10 રૂપિયામાં પહોંચવાનું શરૂ થયું તો તેની માંગ પણ વધતી ગઇ. હવે દરરોજ આ ભોજનના આશરે 4000 પેકેટ્સ તૈયાર થાય છે અને 12 અલગ-અલગ લોકેશન પર લોકોને તે પહોંચાડવામાં આવે છે. આ સ્કીમને ડેપ્યુટી કમિશ્નર અજીત બાલાજી જોશીએ શરૂ કરાવી હતી.

દરરોજ આ ભોજનના આશરે 4000 પેકેટ્સ તૈયાર થાય છે અને 12 અલગ-અલગ લોકેશન પર લોકોને તે પહોંચાડવામાં આવે છે.

સૌથી વધુ ફાયદો પીજીઆઇ આવનારા લોકોને

– પીજીઆઇ (પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ)માં બીજા રાજ્યોમાંથી ઇલાજ કરાવવા માટે આવતા દર્દીઓ અને તેમની સાથે આવેલા બાકીના મેમ્બર્સને આ સ્કીમનો સૌથી વધુ ફાયદો થઇ રહ્યો છે.

આ સ્કીમ ચંદીગઢ રેડક્રોસ તરફથી શરૂ કરવામાં આવી હતી

– પીજીઆઇમાં જ આ સ્કીમને સૌથી સારો રિસ્પોન્સ મળવાને કારણે તેને હવે સરાય બિલ્ડીંગની પાસે જ પીજીઆઇમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. દરરોજ પીજીઆઇમાં આશરે 1000થી વધુ પેકેટ્સ આ સસ્તા ભોજનના પહોંચે છે.

– તેના કારણે સરાયમાં રોકાયેલા લોકો અને રસોડામાં સાથે જ બેસવા માટે અલગથી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો