કોરોનાના ચીની કનેક્શન પર વધુ એક ઘટસ્ફોટ: ચીનમાં રહેતા બ્રિટિશ પત્રકારે કહ્યું- વુહાન લેબમાં વાંદરા અને સસલાં સહિત 1 હજાર પ્રાણીઓના જનીનોને બદલવામાં આવ્યા; પ્રાણીઓને વાયરસનાં ઇન્જેક્શન પણ લગાવાયાં છે

કોરોના મહામારીની શરૂઆત અંગે ફરીથી ચીન દુનિયાના નિશાને આવ્યું છે. ચીનના વુહાન શહેર પર વધુ એક દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વુહાનની લેબમાં જિનેટિક એન્જિનિયરિંગની સહાયતાથી 1 હજારથી વધુ પ્રાણીઓના જનીનોને બદલવામાં આવ્યા છે. આ પ્રાણીમાં વાંદરા અને સસલાંનો પણ સમાવેશ છે. વુહાનમાંથી સમગ્ર દુનિયામાં કોરોનાવાયરસ ફેલાયો હતો. ચીનમાં લાંબા સમયગાળાથી વસવાટ કરતા બ્રિટિશ પત્રકાર જેસ્પર બેકરે ચીની મીડિયામાં પ્રકાશિત ઘણા અહેવાલોના આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ રિપોર્ટને સ્થાનિક સમાચારપત્રોમાં પ્રાથમિકતાના ધોરણે પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં ઉલ્લેખ કરાયો છે કે ચીનની લેબમાં પ્રાણીઓની અંદર વાયરસનાં ઈન્જેક્શન લગાવવામાં આવ્યાં હતાં, જેને કારણે એમના જનીનોમાં ફેરફાર આવે. આ પ્રયોગ માટે ઈન્જેક્શનની અંદર જે પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ કરાયો હતો એને કારણે જ કોરોનાવાયરસ ફેલાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ચીનની લેબમાં આના સિવાય પણ ઘણા પ્રયોગો હાથ ધરાઈ રહ્યા છે, જે દુનિયાના અન્ય દેશોમાં પ્રતિબંધિત છે. ચીનમાં માણસો પર પણ પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, જે બીજા દેશોમાં અનૈતિક છે.

જીવતાં પ્રાણીઓ પર પ્રયોગો હાથ ધરાયા
ચીન એવું જણાવવાના પ્રયત્નો કરી રહ્યું છે કે વુહાન અને અન્ય સ્થળો પર જે લેબ છે એને જૈવ સુરક્ષા માટે શોધ કરવાના હેતુથી બનાવવામાં આવી છે, જેમાં એમની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અહીં નજરે પડ્યું હતું કે ટેસ્ટ ટ્યૂબમાં રાખવામાં આવેલા રોગજનક જીવોને જોઈને વાંદરાઓ ભાગવા, બચકા ભરવા અને નખોરિયા મારવા લાગે છે.

લેબમાં બીમાર પ્રાણીઓ છે, જેમાંથી 605 ચામાચીડિયાં
ચીની નિષ્ણાતે વુહાન લેબ અંગે ઘણા લેખો લખ્યા છે, જેમાંના એક લેખનું મથાળું ‘કોરોનાની સંભવિત ઉત્પત્તિ’ નામથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. આમાં કહેવાયું છે કે વુહાન સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને પોતાની લેબમાં બીમાર પ્રાણીઓ રાખ્યાં છે, જેમાં આશરે 605 ચામાચીડિયાં છે. આ ચામાચીડિયાઓ સંશોધકો પર હુમલો પણ કરે છે.

દાવો- મહિલા વાયરોલોજિસ્ટે કોરોનાવાયરસ બનાવ્યો
કેટલાક ચીની નિષ્ણાતોએ કહ્યું હતું કે વુહાનની વાયરોલૉજિસ્ટ શી ઝેંગલીએ કેટલીક ગુપ્ત ગુફાઓની પણ મુલાકાત લીધી હતી, જેમાં તેણે ચામાચીડિયાં પર શોધ કરી હતી. ચીનમાં ઝેંગલીને ‘બેટ વુમન’ નામથી ઓળખવામાં આવે છે. સંભવતઃ ઝંગલી એ જ લેબમાં કોરોનાવાયરસનું નિર્માણ કર્યું હોય, કારણ કે શી ઝેંગલીએ ઘણા ઊંદરોને પણ વાયરસનો ચેપ લગાવ્યો હતો.

ચીની સેના લેબની સારસંભાળ રાખી રહી છે
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ચીનની મોટા ભાગની જોખમી લેબ પીપલ્સ લિબરેશન આર્મી અંતર્ગત કાર્ય કરી રહી છે. સેના 2 બાબતનું ધ્યાન રાખી રહી છે. પ્રથમ- જનીનમાં બદલાવ કરીને શક્તિશાળી સૈનિકો તૈયાર કરી શકાય અને બીજું- એવા સૂક્ષ્મ જીવોની શોધખોળ કરવી, જેનાથી જૈવિક હથિયાર બનાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો