ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસ ફેલાયો તે બજાર અંગે જાણીને તમને ચીતરી ચડશે, અહીં વેચાય છે 112 પ્રકારના જીવતા પ્રાણીઓ

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાવાયરસના લીધે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 6052 લોકો સંક્રમિત થઇ ચૂકયા છે. તેમાંથી 5974 દર્દી તો માત્ર ચીનના જ છે. અંદાજે 132 લોકોના મોત થઇ ચૂકયા છે. આવો જાણીએ તો વુહાનના એ પ્રાણી બજાર અંગે જ્યાં વ્યક્તિઓના ખાવા માટે દરેક પ્રકારના જાનવર મળે છે.

વુહાન શહેર જ્યાંથી કોરોનાવાયરસ ફેલાયો ત્યાં જાનવરોનું બજાર છે. અહીં મરઘા, માછલી કે બકારનું માંસ જ મળતું નથી પરંતુ તમામ પ્રકારના જાનવરોના માંસ મળે છે જેને વ્યક્તિ ખાઇ શકે છે અથવા તો તેને ખાવાની ઇચ્છા ધરાવે છે. વુહાનના પ્રાણી બજારમાં અંદાજે 112 પ્રકારના જીવતા જીવજંતુઓ અને માંસ અને તેમના અંગો વેચાય છે. આ સિવાય મરેલા પ્રાણીઓ પણ અલગથી વેચાય છે. ફોટોમાં દેખાય છે કે જીવજંતુઓના ફોટાવાળા રેટ કાર્ડ.

અહીં તમને મરઘા, સુઅર, ગાય, ભેંસ, શિયાળ, કોઆલા, કૂતરા, મોર, શાહી, ઘેટાંના બચ્ચા, બતક, શુતુરમર્ગ, ઉંદર, હરણ, સાપ, કાંગારૂ, મગરમચ્છ, વીંછી, ઊંટ, ઘડિયાલ મગરમચ્છ, ગધેડા, ઇલ, યાકનું માથું, કીડા સહિત દરેક પ્રકારના જીવોનું માંસ મળે છે.

બહારથી આવતા લોકો માટે આ બજાર એટલું ભીડવાળું અને ગંદકીથી ભરેલું હોય છે કે અહીં ચલાવું-ફરવું પણ અસહ્ય છે. કોરોનાવાયરસ ફેલાયા બાદથી આ બજાર હજુ બંધ છે. આની પહેલાં આ બજારમાં દુનિયાભરના જીવોને ખરીદવા માટે લોકો આવતા હતા.

વુહાનના પ્રાણી બજારમાં આ તમામ જાનવરોને એક સાથે વેચાય છે. તેમને અહીં જ કાપવામાં આવે છે. તેમાંથી નીકળતું લોહી, જીવજંતુઓ પર ઉડતી માખીઓ, દુર્ગંધ એકમાત્ર કારણ છે કે અહીં કોઇપણ પ્રકારના સંક્રમણ ફેલાય શકે છે.

માછલીઓની સાથે સાપ મૂકવામાં આવે છે. કિલોના ભાવે દેડકા મળે છે. ચીનના લોકો જરૂરિયાત પ્રમાણે જ લઇ જાય છે. ચીની લોકો જે અંગની જરૂર હોય તે અંગને જ ખરીદે છે. જે અંગોની ખરીદી નથી તેને કચરામાં કેટલાંય કલાકો માટે એ બજારમાં જ પડ્યું રહે છે.

દરેક માંસાહારી કચરાના લીધે કેટલીય બીમારીઓ ફેલાવાનો ખતરો રહે છે. આખરે આ થયું પણ. ગંદકીની વચ્ચે વેચાઇ રહેલા એક પ્રાણીમાંથી પહેલાં વાયરસ સાપમાં ગયો. પછી સાપ ખાવાના લીધે ચીનના કોઇ વ્યક્તિમાં આવ્યો. હવે આ આખી દુનિયાના 15 દેશોમાં ફેલાઇ ચૂકયો છે.

ચીનમાં કોરોનાવાયરસ ફેલાયા બાદથી અત્યાર સુધી 6.09 કરોડ લોકોને લોકડાઉન કર્યા છે. એટલે કે આ લોકોને ઘરમાંથી નીકળવા પર આઝાદી નથી. ચીનની સરકારે આ કરોડો નાગરિકોને સૌથી વધુ એલર્ટ રહેવાનું કહ્યું છે.

ચીનના હુનાન, હુબેઇ સહિત અંદાજે 7 પ્રાંતોમાં જીવ જંતુઓના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીનનું શેર બજાર ઝડપથી નીચે પડી ગયું છે. પર્યટન અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને લઇ ચીનની સરકારને ખૂબ નુકસાન થઇ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો