કાર ચાલકને ગેંડાની સળી કરવી ભારે પડી ગઈ, મગજ છટક્યો અને ગેંડાએ કારને ફૂટબોલની જેમ ફંગોળી, જુઓ વીડિયો

મોટાભાગના જંગલી જાનવરોને પોતાની આજુબાજુ મનુષ્યની હાજરી પસંદ નથી. જેથી તેઓ આસપાસમાં મનુષ્યને જોઈને ગુસ્સે ભરાઈ જાય છે. હુમલો પણ કરી દે છે. પરિણામે ઘણી વખત લોકોના જીવ ચાલ્યો જાય છે. સોશિયલ મીડિયા આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નજીકમાં કાર જોઈને ગેંડાને ગુસ્સો આવી ગયો હોવાનું જોવા મળે છે. ત્યારબાદ ગેંડાએ કારની શું હાલત કરી છે, આ વિડીયોમાં જોઇ શકાય છે.

આ વિડીયોને ટ્વિટર પર ખૂબ શેર કરી રહ્યો છે અને 1.35 લાખ વખત જોવાઇ ચુક્યો છે. 3200થી વધુ લાઈક અને 700થી વધુ રિટ્વિટ થયા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક સ્થળે ગેંડો ફરી રહ્યો છે. ત્યારે પાછળથી એક કાર આવે છે. ગેંડો આરામથી આગળ ચાલ્યો જાય છે. ત્યારે કાર ચાલક મસ્તીમાં તેનો પીછો કરે છે અને કાર તેની પાછળ પાછળ ચલાવે છે. તે એકાએક કારને ગેંડાની આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ ત્યારે ગેંડો ગુસ્સે ભરાઈ જાય છે અને બેકાબુ થઇને કાર ઉપર તૂટી પડે છે. કારચાલક ત્યાંથી નાસી છૂટે તે પહેલા જ ગેંડો કાર ઉપર હુમલો કરી નાખે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ગેંડો કારને પોતાના માથા ઉપર ઉપાડી ફૂટબોલની જેમ ચારે તરફ ફેરવવા લાગે છે. ગેંડો લાંબા સમય સુધી પોતાના માથા પર કારને ઉપાડીને ફરતો રહે છે. ત્યારબાદ તે કારને ધક્કા મારવાનું શરુ કરી દે છે. ગેંડાની ટક્કરના કારણે કારમાં તૂટફૂટ થાય છે અને તે કારને ધક્કા મારતો આગળ લઈ આવે છે. કારમાંથી રસ ઉડી ગયા બાદ પોતાના માથાથી જોરદાર ધક્કો મારી ગેંડો કારને ઊંઘી વાળી દે છે. ત્યારબાદ ફરી એક ધક્કો મારી કાર સીધી કરી દે છે. આ બનાવમાં કારમાં સવાર લોકો બચી ગયા કે નહીં તેની વિગતો સામે આવી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો