આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના ગર્વનર: આનંદીબેનની લાઈફમાં કેવા આવ્યા હતાં ચઢાવ-ઉતાર, જાણો વિગત

ગામડામાં ખેતરમાં કામ કરતા કરતા અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદની મોહિ‌નાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકાથી માંડીને ભાજપના અદના કાર્યકર રહેલા આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે.

તેમણે રાજ્યના શિક્ષણમંત્રી, મહેસૂલમંત્રીનો પ્રવાસ ખેડ્યા બાદ ગુજરાતનાં પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું. તેઓ અભ્યાસકાળથી માંડી પ્રખર વહીવટકર્તા તરીકેનું નામ ધરાવે છે. નરેન્દ્ર મોદીના નજીકના ગણાતા, એક કડક શિક્ષકમાંથી મુખ્યપ્રધાન સુધીની સફર ખેડનાર આનંદીબેન ગુજરાતના પહેલા મહિલા બનવાનું બિરૂદ ધરાવે છે.

એક વિદ્યાર્થીની ત્યાર બાદ એક શિક્ષક અને સફળ નેતા બનવા પાછળ આનંદીબેનને અનેક ઉતાર-ચડાવનો સામનો કરવો પડ્યો છે. ઉત્તર ગુજરાતના વિજાપુર જીલ્લાના ખરોડ ગામે 21 નવેમ્બર 1941નાં રોજ જન્મેલા આનંદીબેન પટેલનાં પિતા જેઠાભાઈ પટેલ શિક્ષક હતા. તે સમયે જવલ્લે બનતી ઘટના એ હતી કે દીકરીઓને ભણાવવી ત્યારના સમયમાં નીડર આનંદીબેન પટેલે છોકરાઓની શાળામાં પ્રેવશ મેળવ્યો હતો. શાળામાં તેઓ એકમાત્ર વિદ્યાર્થીની હતા.

સમગ્ર કોલેજમાં પણ તેઓ એકમાત્ર વિદ્યાર્થીની હતા જ્યાંથી તેમણે બીએસસીની સિદ્ધિ હાંસલ કરી અને ત્યારબાદ વધુ અભ્યાસ કરી વર્ષ 1967માં મોહિનીબા કન્યા શાળામાં શિક્ષિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને પહેલેથી કાર્ય કરવાની ક્ષમતાથી તેઓ મોહિનીબા કન્યા શાળાના આચાર્ય તરીકે બઢતી પામ્યા હતા. વર્ષ 1992માં શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવાનાં હેતુથી ભાજપા દ્વારા આયોજિત એકતા યાત્રામાં જોડાનાર એકમાત્ર મહિલા નેતા હતા.

આનંદીબેનનો જન્મ 21 નવેમ્બર 1941ના રોજ થયો હતો. તેમનું વતન વિજાપુર તાલુકાનું ખરોડ ગામ છે. આનંદીબેન પટેલે M.Sc, M.ed સુધીનો અભ્યાસ કર્યો છે.

 

1968 અને 1998 સુધી આનંદીબેન પટેલે મોહિ‌નાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. 1988માં તેમને રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકે તરીકે એવોર્ડ પણ મળ્યો હતો.

1987થી 1993 સુધી ભાજપના મહિ‌લા મોરચાના અધ્યક્ષા તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. જ્યારે 1994-1995 સુધી વર્લ્ડ મહિ‌લા કોન્ફરન્સમાં ચીનમાં ભાગ લીધો હતો.

1998થી 2002 સુધી માંડલથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં જ્યારે શિક્ષણ-મહિ‌લા બાળકલ્યાણના કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે.

આનંદીબેન પટેલ 2002થી 2012માં પાટણથી 10 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં. જ્યારે 2012માં ઘાટલોડિયાથી ચૂંટણી લડીને જીત મેળવી હતી. જ્યારે 2007માં મહેસૂલ મંત્રી બન્યા હતાં.

22મી મે, 2014ના રોજ આનંદીબેન પટેલે ગુજરાતના પ્રથમ મહિ‌લા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં હતાં. જ્યારે 7મી ઓગષ્ટ 2016માં ગુજરાતના 15માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. સોશિયલ મીડિયામાં રાજીનામું આપ્યું હતું જેના કારણે બહુ જ ચર્ચમાં રહ્યા હતાં.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો