આણંદમાં પત્નીના વિરહમાં બે માસૂમ દીકરીઓની હત્યા કરી પિતાએ પણ ગળે ટુંપો ખાઇ લીધો

આણંદ શહેરમાં બોરસદ ચોકડી વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસ પાછળ રહેતા યુવકએ છ માસ પૂર્વે મૃત્યુ પામેલી પત્નીનાં વિરહમાં પોતાની બે માસૂમ દીકરીઓને ગળે ટુંપો દઈ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતા અને બે દીકરીઓના મોતની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દુધવાડા ગામના ચિરંજીવી ઘનશ્યામભાઈ પ્રજાપતિના લગ્ન આણંદની લતા નામની યુવતી સાથે થયા હતા. અને છેલ્લા ત્રણ વર્ષથી ચિરંજીવી આણંદ શહેરમાં બોરસદ ચોકડી વિસ્તારમાં સેન્ટ્રલ વેર હાઉસ પાછળ મેલડીમાતાના ફળિયામાં પોતાની બે દીકરીઓ અને પત્ની સાથે રહેતો હતો. ચિરંજીવીની પત્ની લતાબેન છ માસ પૂર્વે પુત્રને જન્મ આપી મૃત્યુ પામી હતી.

પત્નીના અવસાન બાદ ચિરંજીવીના ત્રણ બાળકોને તેઓની સાસુ સુશીલાબેન ઉછેરતા હતા. પરંતુ ચિરંજીવીને પોતાની મૃત્યુ પામેલી પત્નીની બહુ યાદ આવતી હતી. અને પત્નીનો વિરહ અસહ્ય બન્યો હતો. પત્નીનો વિરહ અસહ્ય બનતા ચિરંજીવીએ આત્મહત્યાનો પ્લાન બતાવ્યો હતો. અને તેણે નવું દોરડું ખરીદી ઘરમાં લાવીને મૂક્યું હતું. અને પોતાના મૃત્યુ બાદ પોતાની બંને દીકરીઓ અનાથ ના બને તે માટે ગત રાત્રિના સુમારે ચિરંજીવીએ ઘરમાં સુઈ રહેલી પોતાની બંને દીકરીઓને કોઈ ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા બાદ પોતે પણ ઘરના મોભ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

આજે સવારે દૂધવાળો દૂધ આપવા આવતા દરવાજો નહીં ખોલતા આસપાસના લોકોએ દરવાજો ખોલી જોતા ચિરંજીવીનો મૃતદેહ દોરડા સાથે લટકતો હતો અને બંને દીકરીઓ મૃત હાલતમાં પથારીમાં પડી હતી, ઘટનાની જાણકારી મળતા આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ચિરંજીવીનો છ માસનો પુત્ર તેની નાની પાસે સુઈ રહ્યો હોઇ આ માસુમ દીકરાએ માતાનાં મૃત્યુ બાદ પિતાની પણ છત્રછાયા ગુમાવતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે, પોલીસે ધરમાંથી ચીરંજીવીએ લખેલી સ્યુસાઈડ નોટ પણ કબ્જે કરી છે, જેમાં તેણે પોતાની પત્નીનાં વિરહમાં આત્મહત્યા કરતો હોવાનું તેમજ પોતાની બન્ને દિકરીઓને પણ સાથે લઈ જઈ રહ્યો હોવાનું જણાવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો