અમેરિકામાં મૂળ આણંદના ડોક્ટર અરવિંદ પટેલનું કોરોનાથી કરૂણ મોત, 25 દિવસની સારવાર બાદ દુનિયાને કહી અલવિદા

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચેલો છે ત્યારે વૈશ્વિક બિમારીના ભરડામાં સૌથી વધુ અમેરિકા આવ્યું છે. મહાસત્તા હોવા છતાં કોરોના સામે અમેરિકા નતમસ્તક બની ગયું છે. કોરોનાના ભરડામાં અમેરિકામાં વસતા ઘણા બધા ગુજરાતીઓ સહિત ભારતીયોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વધુ એક ગુજરાતીને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. આણંદમાં પાળજના નાગરિકનું અમેરિકામાં કોરોનાના કારણે કરૂણ મોત નિપજ્યું છે. અમેરિકાનું ન્યૂજર્સી શહેર કોરોનાના ભરડામાં છે. ત્યારે અમેરિકામાં ડૉક્ટર તરીકે સેવા આપતા અરવિંદ પટેલ કોરોનાના કારણે મોત થયું છે. છેલ્લા 25 દિવસથી તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, આણંદ પાળજના મૂળ ડોક્ટર અરવિંદ પટેલ અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા હતા, તે દરમિયાન તેમને ચેપ લાગ્યો હતો અને તેઓ મોટી બિમારીમાં ફસાયા હતા. પરંતુ 25 દિવસ પછી તેમનું મોત નિપજ્યું છે. અમેરિકામાં પેશન્ટની સારવાર દરમિયાન આણંદ પાળજના તબીબ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. અને તેમનું મોત થયું છે. અમેરિકામાં મૂળ ગુજરાતી એવા અરવિંદ પટેલનું મોત થતા તેમના પરિવારમાં દુ:ખના ડુગરો તૂટી પડ્યા હતા. હાલ અમેરિકામાં પણ ગુજરાતી સમાજમાં તેમનું વર્ચસ્વ હોવાના કારણે શોકની લાગણી ફરી વળી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 337 લોકોના મોત થયા. કોરોના વાયરસના કારણે ન્યૂયોર્કમાં જે રીતે મોતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો હતો તે પ્રમાણે સોમવારના દિવસે જે કેસ નોંધાયા તેની સંખ્યા ઓછી હતી. જ્યારે અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં સોમવારના દિવસે કોરોના વાયરસના કારણે કુલ 106 લોકોના મોત થયા છે. આ બંને શહેરોના ગવર્નરે આ આંકડા જાહેર કર્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ 1,010,507 કેસ નોંધાયા છે અને કુલ 56,803 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. અહીં ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ન્યૂયોર્ક અને ન્યૂજર્સી શહેરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે. ન્યૂયોર્કમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 298,004 કેસ નોંધાયા છે અને 22,623 લોકોના મોત થયા છે. જ્યારે, ન્યૂજર્સીમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 111,188 કેસ નોંધાયા છે અને 6,044 લોકોના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો