આણંદના કલેક્ટરે યુવકનું ટ્વીટ વાંચી ગણતરીના કલાકોમાં વિધવા મહિલાનું પેન્શન શરૂ કરાવ્યું

સોશિયલ મીડિયા થકી આજકાલ મોટાભાગના કામો સરળ થઇ રહ્યા છે. દેશની પ્રજા પોતાની સાથે થતી મુશ્કેલીઓ તેઓ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી સરળતાથી સરકાર અને અન્ય લોકો સુધી પહોંચાડી શકે છે. આણંદના કલેક્ટરે પણ સોશિયલ મીડિયા દ્વારા સ્થાનિક લોકોની મુશ્કેલીઓને હલ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ તાજેતરમાં જ એક વિધવા મહિલાના અટકેલા પેન્શનને ગણતરીના કલાકોમાં ચાલુ કરાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, થોડાક દિવસો પહેલા પીપળાવના એક યુવકે વિધવા મહિલાને પેન્શન યોજનાનો લાભ ન મળતો હોવાની રજૂઆત કલેક્ટરને ટ્વીટરના માધ્યમથી કરી હતી. કલેક્ટર દિલીપ રાણાએ યુવકની પોસ્ટના આધારે વિધવાના પેન્શન અટકવાના પ્રશ્નો હલ કરી ગણતરીના કલાકોમાં તેનું પેન્શન શરૂ કરાવ્યું હતું.

કલેક્ટરે વિધવાએ જૂલાઈ મહિનામાં કરેલી અરજી બાબતે જે તે અધિકારીઓ તેમજ કલેક્ટરને સુચના આપી હતી અને તાત્કાલિકપણે મહિલાનું પેન્શન શરૂ કરાવવા માટે આદેશ પણ કર્યો હતો. આ સિવાય જિલ્લામાં ઉદ્યોગ ગૃહમાં થતી મુશ્કેલીઓના હલ માટે અધિકારી સાથે બેઠક કરી હતી. કલેક્ટરે આણંદના સરકીટ હાઉસમાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટોના ભટ્ટા તેમજ બાળમજૂરી વિશેના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો