આણંદના સુરેલી ગામે PUBGના રવાડે ચડેલા 16 વર્ષના કિશોરને પિતાએ ઠપકો આપતા જિંદગી ટૂંકાવી, પરિવારે વ્હાલસોયો ગુમાવ્યો

આજકાલના બાળકોને Online ગેમિંગનું ઘેલું લાગ્યું છે. વાલીઓ નાની ઉંમરે બાળકોને સ્માર્ટફોન આપે છે ત્યારે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નથી હોતો કે આના દુર્ગમ પરિણામો કેવા આવી શકે છે. ત્યારે ખૂબ જ લોકપ્રિય ગેમ PUBG રમવા બાબતે આણંદના ઉમરેઠ તાલુકાના (Sureli Village Anand) સુરેલી ગામે એક કિશોરે (boy Commited suicide over PUBG)આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લીધી છે. હાલમાં ઑનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોને સ્માર્ટફોન આપવા ફરજિયાત છે ત્યારે વાલીઓએ આ પાસાનો વિચાર ખાસ કરવા જેવો છે.

PUBG ગેમની આદત હવે જોખમી બનતી જાય છે. 16 વર્ષીય કિશોરેને પિતાએ ગેમ રમવાની ના પાડતા 16 વર્ષના કિશોર ડાંગરમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી અને જિંદગી ટૂંકાવી હતી. આ ગેમના કારણે રાજ્યમાં અને દેશમાં અનેક બાળકોએ પોતાની જિંદગી ટૂંકાવી છે

આણંદના ઉમરેઠના સુરેલી ગામે શિક્ષિક પિતાએ યુવકનને વારંવાર PUBG રમવાની પિતાએ ના પાડી હતી. શિક્ષક પિતા આ ઝેરથી વાકેફ હતા પરંતુ ડિજિટલ ઝેરથી બચાવા જતા પુત્રએ ઝેરની દવા પીને જિંદગી ટૂંકાવી હતી.

આ મામલે આણંદના ઉમરેઠ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, આ કિસ્સો એ તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ છે, જેમના સંતાનો ચોવીસ કલાક ગેમમાં રચ્યા પચ્યા રહે છે.

મનોચિકિત્સકો કહે છે કે તમારા સંતાનોને જરૂરિયાત હોય તો પણ નાની ઉંમરે સ્માર્ટફોનનું વળગણ ન લગાડવું જોઈએ. ઓનલાઇન એજ્યુકેશન માટે પણ વાલીઓે પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા આપવો જોઈએ. હાલમાં શાળાઓ બંધ હોવાના લીધે જ્યારે તમામ બાળકો સ્માર્ટફોનની નજીક છે ત્યારે આ કિસ્સો અન્ય વાલીઓ માટે ચેતવણી સમાન છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો