સુરતથી અમરેલી તરફ આવી રહેલી ST બસને નડ્યો અકસ્માત, 8થી 10 લોકો ઘાયલ

સુરતથી મુસાફરોને અમરેલી તરફ લઈ જઈ રહેલી એક ST બસને ધંધુકા નજીક અકસ્માત નડ્યો છે. બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં 8થી 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને તેમાંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે 108ની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર આ કારણે સુરતમાં અન્ય જિલ્લાઓમાંથી કામ અર્થે આવેલા લોકોના ધંધા લોકડાઉનના કારણે બંધ જેથી તેઓએ તેમના વતન જવાની માગણી કરી હતી. લોકોની માંગણીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા સુરતમાં રહેલા લોકોને અલગ-અલગ જિલ્લામાં તેમના ઘરે જવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને તેમને ઘરે સુધી પહોંચાડવા માટે ST બસની સુવિધા પણ કરી આપવામાં આવી હતી. જેથી હાલ સરકારી બસમાં મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર સહિત જિલ્લામાં તેમના ઘરે પહોંચી રહ્યા છે.

જે સમયે સુરતથી એક ST બસ લોકોને તેમના વતન અમરેલી મુકવા માટે જ રહી હતી. તે સમયે ધંધુકા નજીક આવેલા ફેદરા ગામ પાસે બસના ચાલકને ઝોકુ આવી જતા તેને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બસ રસ્તાની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી.

આ બસ અકસ્માતની ઘટનામાં બસમાં રહેલા 8થી 10 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે 108ની મદદથી ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો