બગસરામાં પંચરની દુકાન ચલાવતો સામાન્ય યુવક બન્યો નગરપાલિકાનો પ્રમુખ, ચૂંટણીપ્રચાર પણ સાઇકલ પર ફરી કર્યો હતો

અમદાવાદ મનપાના મેયર બાદ અમરેલીની બગસરા નગરપાલિકામાં એક સામાન્ય માણસને પ્રમુખ બનાવી ભારતીય જનતા પાર્ટીએ રાજકારણમાં નવો ચીલો ચિતર્યો છે.

બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી વિજેતા થયેલા પરેશ ઉર્ફે ઈન્દુકુમાર ખીમસૂરિયાની નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી કરવામા આવી છે. મહત્ત્વનું છે કે પરેશ ખીમસૂરિયા એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તે બગસરામાં ટાયર અને પંચરની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે.

સાઇકલ પર બેસીને ચૂંટણીપ્રચાર કર્યો હતો

બગસરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી ચૂંટાયેલા પરેશ ખીમસૂરિયાએ પોતાનો ચૂંટણીપ્રચાર પણ એકદમ સાદગીપૂર્ણ રીતે કર્યો હતો. ચૂંટણી સમયે તેઓ સાઇકલ પર સવાર થઈ દરેક લોકોનાં ઘર સુધી પહોંચ્યા હતા. લાગે છે કે પાર્ટીએ પણ તેની આ જ સાદગી અને મહેનતની નોંધ લઈ તેને પ્રમુખપદનો તાજ પહેરાવ્યો છે.

બગસરા નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ ઉર્ફે ઇન્દુકુમાર ખીમસૂરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું- આ બધું ભાજપમાં શક્ય છે. જે રીતે ચાવાળો વડાપ્રધાન બને એ જ રીતે પંચરવાળો આજે પ્રમુખ બન્યો છે. મારી ઈચ્છા હતી પ્રમુખ બનીને મારે બગસરા શહેરનો વિકાસ કરવો છે, અમારી સાતલડી નદી ઉપર મારે રિવરફ્રન્ટ બનાવવો છે અને પછી રોશનીભર્યો માહોલ ઊભો કરી લોકો હરીફરી શકે એવી મારી ઈચ્છા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો