કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે પત્નીના ઘરેણાં વેચીને પોતાની ઓટોને બનાવી એમ્બ્યુલન્સ, મફતમાં લઈ જાય છે હૉસ્પિટલ

કોરોનાના કારણે આખા દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પરિસ્થિતિ એવી તો વણસી ગઈ છે કે હવે રાજ્યોએ કોરોનાની ચેન તોડવા માટે રાત્રિ કર્ફ્યૂ અને લોકડાઉન જેવા પ્રતિબંધો જાહેર કરવા પડી રહ્યા છે. કોરોનાની આ બીજી લહેરે આખા દેશને ડરાવી દીધો છે. ચિકિત્સકીય સંસાધનો ઓછા પડી રહ્યા છે, જેના કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આવા સંકટના સમયમાં ઘણા દેશ ભારતની મદદ માટે સામે આવી રહ્યા છે, સાથે જ અન્ય લોકો પણ તન, મન અને ધનથી સેવા કરવામાં લાગી ગયા છે.

કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે લોકો પોત-પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યા છે. કોઈક બાઇક એમ્બ્યુલન્સ બનાવીને લોકોને મફતમાં હૉસ્પિટલ પહોંચાડે છે તો કોઈક પૈસાઓ આપીને, તો કોઈક ઓક્સિજન સિલિન્ડર આપીને મદદ કરી રહ્યા છે. આવું જ માનવતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં એક શખ્સે પોતાની પત્નીના ઘરેણાં વેચીને પોતાની ઓટો રિક્ષાને એમ્બ્યુલન્સ બનાવીને લોકોની સેવા કરી રહ્યો છે. કોરોનાની બીજી લહેરે મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ સહિત ઘણા રાજ્યોમાં હાહાકાર મચાવી રાખ્યો છે. આવા કપરા સમયમાં લોકોના અનેક ચહેરા જોવા મળી રહ્યા છે.

એકતરફ કાળા બજારીવાળા લોકો છે જે સંકટના સમયમાં લોકોને ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા છે, મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે, તો બીજી તરફ એવા લોકો પણ છે જે પૂરા તન, મનથી અને નિઃસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી રહ્યા છે અને માણસાઈનું ઉદાહરણ આપી રહ્યા છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં એક સુંદર અને વિચલિત મનને શાંત કરનારી તસવીર સામે આવી છે, જે બધા માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. ભોપાલમાં એક ઓટો ચાલકે પોતાની ઓટો રિક્ષાને એમ્બ્યુલન્સમાં બદલી દીધી છે.

ઓટો ચાલક જાવેદ ખાનનું કહેવું છે કે તેણે ટી.વી. અને સોશિયલ મીડિયા પર જોયું કે રાજ્યમાં કેવી ગંભીર સ્થિતિ છે અને એમ્બ્યુલન્સ અને ઓક્સિજનના અભાવે લોકો દર્દીઓને હૉસ્પિટલ લઈ જઈ શકતા નથી. એટલે મેં પોતાની ઓટો રિક્ષાને ઓક્સિજનથી લેસ એમ્બ્યુલન્સમાં બદલી દીધી છે. જાવેદ ખાન જણાવે છે કે તેનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયા પર વાયરલ છે. તે મફતમાં હૉસ્પિટલે લઈને જાય છે.

જાવેદે જણાવ્યું કે આ કામ માટે મેં પોતાની પત્નીના ઘરેણાં વેચી દીધા અને ત્યારબાદ હું એક ઑક્સિજન કેન્દ્ર બહાર લાઇનમાં ઊભો રહ્યો અને એક સિલિન્ડર ભરાવીને પોતાની ઓટો રિક્ષામાં મૂકી દીધો. તે આ કામ છેલ્લા 15-20 દિવસથી કરી રહ્યો છે અને અત્યાર સુધી 9 ગંભીર દર્દીઓને હૉસ્પિટલ લઈને જઈ ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો