8 માસનાં જોડિયાં બાળકોને ઘરે મૂકી લેબ ટેક્નિશિયન PHCમાં ફરજ બજાવી રહી છે, આવા રાષ્ટ્ર સેવકોને સલામ છે

કોરોનાની મહામારી વચ્ચે પોતાના નાનાં સંતાનોને ઘરે મુકી જાનના જોખમે લોકોના સ્વાસ્થય સારું રહે તે માટે રાષ્ટ્ર સેવક કરી રહી છે. જેમાં વાલોડ તાલુકાના કણજોડ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં 4 મહિલા કર્મચારીઓમાં મહિલા મયુરીબેન જીગરભાઇ જોશી પીએચસીમાં લેબ ટેકનીશ્યન તરીકે છેલ્લાં ચાર વરસથી ફરજ બજાવે છે, તેઓ પુણા પાટીયા સુરત ખાતે રહે છે. તેમના જોડીયા સંતાનો છોકરા-છોકરી માત્ર આઠ માસના છે. છતા માતા અને પતિના ભરોસે જોડીયા બાળકોને ઘરે મુકી ફરજ બજાવવા કણજોડ ખાતે આવે છે. અત્યાર સુધી બસની સવલત હતી ત્યાં સુધી બસમાં અપડાઉન કરતાં હતાં પરંતુ લોકડાઉન થતાં આશરે 75 કી.મી. જેટલું અંતર પોતાના એકટીવા બાઇક પર આવી ફરજ નિભાવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ત્રણ વરસથી કણજોડ પીએચસીમાં ફરજ બજાવે

આજ રીતે બીજા મહિલા કર્મચારી દીપાબેન નયનભાઇ પટેલ સ્ટાફ નર્સ તરીકે છેલ્લા 4 વરસથી ફરજ બજાવે છે, જેઓને સંતાનમાં એક વરસની પુત્રી હોવા છતા પોતાની ફરજને અગ્રીમતા આપી બાળકીને પતિ અને મમ્મીના ભરોસે ઘરે મુકી પોતાની ફરજ પ્રત્યે પ્રમાણિક રહી પોતાની ફરજ નિભાવે છે. બસો બંધ થઈ જતાં હાલ બાઇક પર અલ્લુ બોરીયાથી કણજોડ ખાતે અપડાઉન કરે છે. ત્રીજા મહિલા કર્મચરી પ્રતિમાબહેન આર.ચૌધરી પીએચસીમાં ફાર્માસીસ્ટ તરીકે છેલ્લા 5 વરસથી ફરજ બજાવે છે અને હાલ પ્રેગનન્સી હોવા છતાં ફરજને પ્રાધાન્યતા આપી હાલ કણજોડ ખાતે વાલોડ ખાતેથી અપડાઉન કરી ફરજ બજાવી રહ્યા છે. આવાં જ એક સ્ટાફ નર્સ નામે દર્શનાબહેન આર.સોલંકી છેલ્લા ત્રણ વરસથી કણજોડ પીએચસીમાં ફરજ બજાવે છે. તેઓ મુળ પાદરા વડોદરાના વતની અને હાલ વાલોડ રહી કણજોડ ખાતે અપડાઉન કરે છે. તેઓને હાલમાં જ આંખની સર્જરી કરાવી હોવા છતા વ્યારા ખાતે ફરજ માટે હાજર રહી કોરોના વોર્ડ માટે ફરજ પર હાજર છે.

આરોગ્ય કેન્દ્ર પર ફરજ નિભાવી રહ્યા

આ તમામ ચારેય મહિલા વાલોડ તાલુકાના કણજોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ નિભાવી રહ્યા છે. જેમણે ફરજને અગ્રીમતા આપી રાષ્ટ્રસેવક તરીકે ફરજ નિભાવી રહી છે. જેમાં નાનાં બાળકોને માતા, સાસુ કે પતિના ભરોસે મુકી બખુબી પોતાની ફરજ નિભાવી રહી છે. ત્યારે આપણે પણ રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખી લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહી પરિવારને સુરક્ષિત બનાવવાની આપણી ફરજ છે તેનું આપણે પાલન કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો