અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો, 6 મહિનામાં બીજી વખત વધાર્યો ભાવ, ભાવવધારો આજથી અમલી

GCMMF(ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન) દ્વારા આજે દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. અમૂલે અગાઉ ચાલુ વર્ષના મે મહિનામાં પણ પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો હતો. કંપનીના જયંત મહેતાએ જણાવ્યું હતું કે, બિયારણ તેમજ ઘાસચારાના ભાવમાં વધારો થયો હોવાથી ખેડૂતોને પણ વધુ વળતર મળી રહે તે માટે આ ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો રવિવારથી અમલી બનશે. બીજી તરફ મધર ડેરીએ પણ દૂધમાં લિટરે 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જો કે, અમૂલ શક્તિ દૂધના ભાવમાં કોઇ પણ જાતનો વધારો કરાયો નથી. આમ ડુંગળી, લસણ, શાકભાજી બાદ દૂધના ભાવમાં પણ વધારો થતાં પણ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.

દિલ્હી અને NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈમાં પણ ભાવ વધારો
આ ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ, અમદાવાદમાર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 મી.લી.પાઉચનો નવો ભાવ રૂ. 28 થયો છે અને અમૂલ તાજા 500 મી.લી. પાઉચનો ભાવ રૂ. 22 થશે. અમૂલ દ્વારા અમૂલ શક્તિના ભાવમાં કોઈ પણ પ્રકારનોભાવ વધારવામાં આવ્યો નથી અને 500 મી.લી. પાઉચના રૂ. 25 યથાવત રાખવામાં આવ્યા છે.

પશુદાણ અને બિયારણના ભાવ વધતા દૂધના ભાવમાં વધારો

જીસીએમએમએફના સુત્રોના જણાવ્યા પ્રમાણે અમૂલ દ્વારા દૂધના ભાવમાં પાછલા 3 વર્ષમાં આ માત્ર બીજો ભાવ વધારો કરવામાં આવેલ છે. પાછલાં 3 વર્ષમાં અમૂલ દ્વારા દૂધની વેચાણ કિમતમાં માત્ર રૂા.4 પ્રતિલિટરનો ભાવ વધારો કરવામાં આવેલ છે જે વધારો વર્ષે 3 ટકાથી પણ ઓછો છે અને તે ફુગાવાના દર કરતાં પણ ઓછો છે. આ વર્ષે પશુદાણના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 35ટકા નો વધારો થયેલ છે જેથી દૂધ ઉત્પાદન ખર્ચ વધ્યો છે. આમ, પશુદાણ અને અન્ય ઈનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દૂધ સંઘો દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂા.100 થી 110 પ્રતિકિલોગ્રામ ભાવ વધારો કરવામાં આવ્યો છે. દૂધ સંઘો દ્વારા જે દૂધ સંપાદનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જે ગત વર્ષ કરતાં 15ટકા વધુ છે અને તેનો સીધો લાભ ગુજરાતનાં 36 લાખ દૂધ ઉત્પાદકનોને થયેલ છે. એ નોંધવું અગત્યનું છે કે અમૂલ સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી 80 ટકા નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. દૂધની વેચાણ કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેનો મોટા ભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું રહેશે.

દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે

એ નોંધવું અગત્યનું છે કે અમૂલ સહકારી માળખા દ્વારા ગ્રાહકો પાસેથી જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી 80% નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. દૂધની વેચાણ કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો મોટા ભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું રહેશે.

અમૂલનો પ્રતિ લિટર નવો અને જૂનો ભાવ

પ્રકાર હાલનો ભાવ નવો ભાવ
ભેંસનું દૂધ 56 58
અમૂલ ગોલ્ડ 54 56
શક્તિ 50 50
ટી-સ્પેશિયલ 50 51
ગાયનું દૂધ 44 46
અમૂલ તાજા 41 43
અમૂલ ચા મઝા 42 44

પશુપાલકોને પોષાતું નથી
પશુદાણના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 35%નો વધારો થયો છે. અતિશય વરસાદના કારણે ઘાસચારાની અછત ઉભી થતાં તે મોંઘો થયો છે. આમ પશુપાલકોને બેવડો માર પડી રહ્યો છે. આથી પશુપાલકોને પોષાતું નથી. જેના કારણે તેમને દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની ફરજ પડી હતી. – આર.એસ.સોઢી, મેનેજિંગ ડિરેકટર, જીસીએમએમએફ

પશુપાલકોને પ્રતિફેટ 10નો વધારો આપ્યો
અમૂલ ડેરી સૌથી વધુ રૂપિયા 710 કિલો ફેટના ભાવે દૂધ ખરીદે છે. તાજેતરમાં પશુપાલકોને રૂા. 10નો ખરીદભાવમાં વધારો કરાયો છે. આ ઉપરાંત પશુપાલકોને વધારો આપવો હોય તો અમારે ના છુટકે દૂધના ભાવ વધારવા પડે છે. – રામસિંહ પરમાર, ચેરમેન, અમુલ ડેરી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો