સુરત પોલીસે વાનમાં જ કર્યો તોડ, મામલતદાર કચેરીએ જામીન માટે લઈ જતાં રસ્તામાં 200 રૂપિયા લઈને છોડી મૂક્યા
સુરતમાં (Surat) ડિટેઈન કરાયેલાં આરોપીઓને પોલીસ મથકમાંથી જ કોર્ટમાં લઈ જવાનું કહી પોલીસ વાનમાં બેસાડ્યા બાદ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા 200 રૂપિયા લઈ મુક્ત કરતો વીડિયો સામે આવ્યો હતો. સોમવારે બપોરે અમરોલી પોલીસ મથક (Surat Police)ની બહાર જ મોબાઈલમાં શૂટ થયેલો આ વીડિયો ભોગ બનનાર વ્યક્તિએ જ ઉતાર્યો હતો.
અમરોલી પોલીસ મથકની બહાર જ ઉતારવામાં આવેલાં આ વીડિયોમાં અમરોલી પોલીસ મથકની સ્ટુડન્ટ મોબાઈલ વાન દેખાઈ રહી છે.જેમાં એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ બેસેલાં દેખાઈ છે. અમરોલી પોલીસે ડિટેઈન કરેલાં આરોપીઓને મામલતદાર કચેરીએ જામીન માટે લઈ જવાનું કહી પોલીસ મોબાઈલ વાનમાં બેસાડવામાં આવેલાં આઠથી દસ આક્ષેપિતોને 200 રૂપિયાનો દંડ ભરીને ત્યાંથી ફરીને જતાં રહેવાનું કહેવામાં આવે છે.
સુરત : પોલીસનો વાનમાં દંડ ઉઘરાવી અટકાયતી યુવકોને રવાના કરતો Video વાયરલ કહ્યું- '200 રૂપિયા આપો પાછળથી નીકળી જાઓ' pic.twitter.com/nWma5i9Luf
— News18Gujarati (@News18Guj) February 16, 2021
વાનમાં બંધ અલ્તાફ હુસેન, રઈશ કમલ, ઈરફાન, હલીમ સહિતના આક્ષેપિતો પાસેથી 200 રૂપિયા લઈ રજિસ્ટરમાં સહી કરાવી મોબાઈલ વાનમાંથી ઉતારી દેવામાં આવતા દેખાઈ રહ્યા છે. અટકાયતી પગલાં હેઠળ ડિટેઈન કરાયેલી વ્યક્તિઓને મામલતદાર કચેરીમાં રજૂ કરી તેમને મામલતદારે જામીન આપવાના હોય છે. કેટલાક કેસમાં પોલીસને પણ પૂરતા પુરાવા ચકાસ્યા બાદ જામીન આપવાની સત્તા છે. જો કે તેમાં દંડની જોગવાઈ નથી. આ સંજોગોમાં પોલીસ દ્વારા દંડના નામે રસીદ લીધા વિના ઉઘરાવતા 200 રૂપિયાને લઈને વિવાદ જાગ્યો છે. અધિકારીઓના ધ્યાને આખું પ્રકરણ આવતાં તેમણે વાતને ગંભીરતાથી લઈ તપાસના આદેશ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

