અમરેલીનો બનાવ: બોરમાંથી ‘ગગનચૂંબી’ ફૂવારો છૂટ્યો, પાણીનું પ્રેશર એટલું હતું કે બોરમાંથી મોટર પાઇપ સાથે બહાર ફેંકાઈ ગઈ હતી.
આ વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘરાજા (Saurashtra Road)એ વિશેષ હેત વરસાવ્યું છે. ભારે વરસાદ બાદ અને કૂતુહલ જગાવતા બનાવો બનતા રહે છે. થોડા દિવસો પહેલા પંચમહાલના કાલોલમાં એક બંધ ડંકીમાંથી રહસ્યમય અવાજ બાદ પાણી નીકળ્યું હતું. તો કેશોદમાં એક ખેતરમાંથી 50 ફૂટ જેટલો ફૂવારો ઉડ્યો હતો. હવે અમરેલીના લાઠી ખાતે એક બોરમાં ‘ગગનચૂંબી’ ફૂવારો છૂટ્યો છે. પાણીનું પ્રેશર એટલું હતું કે બોરમાંથી મોટર પણ બહાર ફેંકાઈ ગઈ હતી.
બોરમાંથી અચાનક છૂટ્યો પાણીનો ફૂવારો
લાઠીના પ્રતાપગઢ રોડ ખાતે આવેલા એક ખેતરમાં આ બનાવ બન્યો હતો. અહીં વિઠ્ઠલભાઈ શંકરની વાડીમાં બોરમાંથી અચાનક ફૂવારો છૂટ્યો હતો. બોરમાંથી છૂટેલો ફૂવારો 25 થી 30 ફૂટ ઊંચો ઉછળ્યો હતો. અચાનક જ બોરમાંથી ફૂવારો ઉછળતા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું. પાણીનો ફૂવારો એટલો ફોર્સથી ઉછળી રહ્યો હતો કે બોરમાંથી મોટર અને પાઇપ ઉછળીને બહાર ફેંકાયા હતા. ઉલ્લેખનીય છે કે સતત પડતા વરસાદ બાદ પાણીના તળ ઊંચા આવી જતા હોય છે. આવા સમયે ક્યારેક જમીનમાંથી આપમેળે પાણી બહાર આવતું હોય છે. અમુક જગ્યાએ બોર કે હેન્ડપંપમાંથી અચાનક પ્રેશરથી પાણી બહાર આવતું હોય છે.
અમરેલી : બોરમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો, મોટર પણ બહાર ફેંકાઈ pic.twitter.com/XphRwZtpJK
— News18Gujarati (@News18Guj) August 28, 2020
રહસ્યમય અવાજ બાદ બંધ હેન્ડપંપમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો
જુલાઈમાં કાલોલ (Kalol Taluka)ના ચોરા ડુંગરી ગામે લોકોમાં કૌતુક જગાવતી એક ઘટના બની હતી. અહીં અચાનક એક બંધ પડી રહેલા હેન્ડપંપમાંથી પાણીનો ફૂવારો ફૂટ્યો હતો. પાણીના ફૂવારાનો પ્રેશર એટલું વધારે હતું કે જાણે ઇલેક્ટ્રિક મોટરથી પાણી બહાર ફેંકવામાં આવી રહ્યું હોય. અચાનક બંધ પડી રહેલા હેન્ડ પંપમાંથી પાણીનો ફૂવારો છૂટતા લોકોનાં ટોળા એકઠા થઈ ગયા હતા. ગામ લોકોના કહેવા પ્રમાણે અહીં સમયાંતરે આવી ઘટના બનતી રહે છે. ગત વર્ષે પણ અહીં 50 ફૂટ ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

