અમરેલીના SP કોન્સ્ટેબલને બચાવવા જતા દરિયામાં તણાયા, બન્નેને રેસ્ક્યૂ કરીને માંડ માંડ બચાવાયા, કોન્સ્ટેબલ સારવાર હેઠળ

જાફરાબાદ તાલુકાના સરકેશ્વરના દરિયા કિનારે કાલે જિલ્લા પોલીસ વડા પરિવાર સાથે અને અન્ય પોલીસ કર્મીઓ સાથે નહાવા માટે ગયા હતા ત્યારે બીચ પર પોલીસ વડા અને એક પોલીસકર્મી દરિયાના મોજામાં તણાતા ડૂબવા લાગ્યા હતા. બંનેને જોકે કાંઠે ખેંચી લેવાયા હતા. પોલીસ વડા દરિયાનું પાણી પી ગયા હોય 108ની ટીમે ઘટનાસ્થળે સારવાર આપી હતી. જ્યારે પોલીસકર્મીને સારવાર માટે જાફરાબાદ દવાખાને ખસેડાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય પોતાના ફેમિલી સાથે ગયા હતા. તેમની સાથે અન્ય કેટલાક પોલીસકર્મીઓ પણ હતા. પોલીસ વડા અહીં બીચ પર દરિયાના પાણીમાં ન્હાવા પડયા હતા સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ ન્હાવા ગયા હતા, તે સમયે મોજાના પાણીએ પોલીસ વડા અને એક પોલીસકર્મીને દરિયામાં ખેંચી લીધા હતા. અન્ય લોકોએ જેમ તેમ કરીને બંનેને કાંઠે ખેંચી લીધા હતા. પરંતુ બંને દરિયાનું પાણી પી ગયા હોય તાબડતોબ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જ્યાં 108 એમ્બ્યુલન્સના સ્ટાફે પોલીસ વડાને સારવાર આપી હતી.

દરમિયાન સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય અવારનવાર સરકેશ્વર બીચ પર જતા હતા. અને અહીં આહિના છીછરા દરિયામાં નહાવાનો આનંદ લેતા હતા. જોકે અહીંનો દરિયો જોખમી પણ છે. અને છીછરો હોવા છતાં ક્યારેક મોજાનું પરત ફરતું પાણી લોકોને અંદર સુધી ખેંચી જાય છે.

કોણ છે નિર્લિપ્ત રાય
નિર્લિપ્ત રાય 2010માં IPS બન્યા પહેલા ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS)ના અધિકારી હતા. તે દિલ્હી યૂનિવર્સિટીમાં પ્રોફેસર હતા. પોલીસ સેવામાં જોડાયા પછી તેમનો પ્રોબેશન પીરિયડ હિંમતનગર રહ્યો હતો. નિર્લિપ્ત રાયનું પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મુકવામાં આવ્યા હતા, જ્યા તેમણે એક વર્ષ પછી બઢતી મળી હતી અને નાયબ પોલીસ કમિશનર તરીકે અમદાવાદ ઝોન-7માં મુકવામાં આવ્યા હતા. આ દરમિયાન નિર્લિપ્ત રાયની અનેક વખત બદલી કરવામાં આવી ચૂકી છે.

ત્યાર બાદ નિર્લિપ્ત રાયનો ડીસીપી તરીકેનો કાર્યકાળ લાંબો ચાલ્યો નહતો અને તેમને અમદાવાદથી સુરત ડીએસપી તરીકે મુકવામાં આવ્યા હતા. તે બાદ નિર્લિપ્ત રાયને ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ડીએસપી તરીકે મુકવામાં આવ્યા હતા. હાલ નિર્લિપ્ત રાય અમરેલીના એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો