અમરેલીનો ‘બાપ’ બનનાર પકડાયો: પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માગનાર અને SPને પડકાર ફેંકનાર છત્રપાલ વાળા ઝડપાયો

અમરેલી શહેરમાં પેટ્રોલ પંપ માલિક હિતેશભાઈને છત્રપાલ વાળા દ્વારા ફોન પર રૂ.10 લાખની ખંડણીની માગણી કરાઈ હતી. આની સાથે જાનથી મારી નાખવાની તથા ફાયરિંગ કરવાની ધમકી આપવામાં હતી. આ પ્રકારની ઓડિયો-ક્લિપ પણ વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. જ્યારે આ ઓડિયો-ક્લિપમાં અમરેલીના એસપીને પણ ખુલો પડકાર ફેંક્યો હતો અને આરોપીએ ચેલેન્જ ફેંકી હતી. ત્યારે બાદ ફરિયાદી હિતેશભાઈ દ્વારા સિટી પોલીસમાં પોલીસ ફરિયાદ આપતાં અમરેલી પોલીસની ટીમોએ અલગ અલગ દોડી તપાસ હાથ ધરી હતી. ત્યારે મોડી રાતે આરોપી છત્રપાલ વાળાને અમરેલી એલસીબી દ્વારા પકડી પડાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

48 કલાકમાં આરોપી પકડવામાં LCB સફળ
ખંડણી માટે ફોન કરનાર અને એસપી નિરલિપ્ત રાયને ખુલ્લો પડકાર ફેકનાર છત્રપાલ વાળા મોડી રાતે અમરેલી એલસીબીના હાથે પકડાયો છે. ત્યાર બાદ મોડી રાતે આરોપીને અમરેલી એલસીબી ખાતે લઈ આવ્યો હતો અને પૂછપરછ હાથ ધરાઇ હતી. બપોર બાદ પોલીસ માહિતી જાહેર કરશે.

અમરેલીના ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક પાસે ખંડણી માગી હતી
અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેશ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી અન્યથા પેટ્રોલ પંપના માલિક પર ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.

વાઈરલ ઓડિયો-ક્લિપમાં બેફામ વાણીવિલાસ કર્યો
છત્રપાલ વાળા અને પેટ્રોલ પંપના માલિક હિતેશભાઈ વચ્ચેની વાતચીત વાઈરલ થયેલી સાડાત્રણ મિનિટની ઓડિયો-ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલ પંપના માલિકે ના પાડતાં ત્રણ દિવસમાં ફાયરિંગ કરવાની ધમકી પણ આપી હતી.

છત્રપાલ વાળા અમરેલી પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર
પેટ્રોલ પંપના માલિકને ફોન કરી દસ લાખ રૂપિયાની ખંડણી માગી કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવનારો છત્રપાલ વાળા પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે પાંચથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી છત્રપાલ વાળાનો ગુનાહિત ઇતિહાસ
આરોપી સામે કુલ 06 જેટલા ગુના નોંધાયેલા છે. અમરેલી સીટી પોલીસ, રાજુલા પોલીસ સ્ટેશન,પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન, અલગ અલગ પ્રકારના ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે.

આ ગુનો કરવા પાછળ શુ ઈરાદો હતો?
અમરેલી પોલીસ પૂછપરછ કરી રહી છે આ 10 લાખની ખંડણી કેમ માંગી ફાયરીંગ કરવાની ધમકી કેમ આપી આ પાછળ શુ કારણ હતુ ધમકી આપી ભાગી ગયા બાદ આરોપીને કોણે કોણે મદદ કરી અન્ય સાથે કોઈ કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ તપાસ થશે તપાસ બાદ સીટી પોલીસને સોંપી દેવાશે.

ઓડિયો કલીપમાં SP વિરુદ્ધ પણ વાણી વિલાસ કરતા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા
સમગ્ર ઘટનામાં આરોપી છત્રપાલ વાળા દ્વારા ખંડણી માંગતી વખતે અમરેલી SP “નિરલિપ્ત રાય” જેનુ ગુજરાત IPS લોબીમા અલગ કડક ઓફિસર તરીકે છાપ ધરાવે છે. તેના વિરુદ્ધ તેમનું નામ લઈ કેટલોક વાણી વિલાસ કરતા પોલીસ બેડા અને ગૃહ વિભાગ સુધી ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે. આરોપીને તાત્કાલીક પકડી પાડવા માટે ફરજ પાડી દીધી જે આઇપીએસના નામ સાંભળી દરેક રાજકીય પાર્ટીના દિગજનેતા ઓ ફફડી ઉઠ્યા છે. તેવા આઇપીએસ નિરલિપ્ત રાય વિરુદ્ધ વાણીવિલાસથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો