ભાવનગરની હોસ્પિટલ પર પતિએ લગાવ્યા આક્ષેપ: પત્નીને કોરોનાગ્રસ્ત ગણાવી, મોત બાદ આંખ અને કિડની સહિતના અવયવો હોસ્પિટલે કાઢી લીધા

અમરેલીમાં પત્નીના નિધન બાદ એક પતિએ ચોંકાવનારો દાવો કર્યો છે. સામાન્ય બીમારી હોવા છતાં પત્નીને કોરોનાગ્રસ્ત ગણાવી છે. નેગેટિવ આવેલા કોરોના ટેસ્ટના કાગળીયા ગુમ કર્યાનો દાવો કર્યો છે

શું કહે છે પતિ?

અમરેલી ના લાઠી તાલુકાના પીપળવા ગમે રહેતા સુનિલભાઈ બારૈયા એ તેમની પત્નીના નિધન બાદ ભાવનગર ની હોસ્પિટલના સત્તાવાળાઓ સામે ચોકાવનારા આક્ષેપ કર્યા છે તેમનો દાવો છે કે તેમની પત્ની ને ડીલેવરી આવે તેમ હતી અને તેમને સામાન્ય બીમારી હોવા છતાં ભાવનગર ની સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ તેમને કોરોનાગ્રસ્ત ગણાવી હતી અને તેમની પત્ની એ બાળક ને જન્મ પણ આપ્યો હતો આ બાળકનું પહેલા મોત થયું અને બાદમાં તેમના પત્નીનું પણ મોત થયું હતું

જયારે સત્તાવાળાઓ એ તેમના પત્ની ની લાશ તેમને આપી નહીં અને તેમની વિધિ કરી નાખ્યા નો આક્ષેપ કર્યો છે સુનિલભાઈ નું આક્ષેપ છે કે મારી પત્ની અલ્પાબેન ના અવયવો વેચી નાંખ્યા, આંખો કાઢી નાંખી, હદય અને કિડની કાઢી લીધી-છે અને તેટલા માટે જ મારી પત્ની ની લાશ મને જોવા મળી નથી આજે સુનિલભાઈએ પોતાની વેદના વર્ણવી હતી

સુનિલ બારૈયાનો આક્ષેપ

મારી સાથે અન્યાય થયો તેવો બીજા સાથે ન થવો જોઇએ. જન્મ લેનારા બાળકને કોરોના ન હતો, માતાને કયાથી કોરોના હોય?. મારી પત્નીના અવયવો વેચી નાંખ્યા, આંખો કાઢી નાંખી છે. હદય અને કિડની કાઢી લીધી છે. ભાવનગરના લાલ દવાખાના પર ગંભીર આરોપ લગાવ્યા છે. મારા પરિવારજનોને ધમકી આપી,તમને કોરોનાગ્રસ્ત ગણાવીશું. બીજા દીવસે છોકરાને જોવા ગયા,તો તે પણ મૃત હતો. મૃત્યુ બાદ બીજા દિવસે પત્નીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોનાનું બહાનું આપીને અમને અંતિમસંસ્કાર ન કરવા દીધો?. શંકાસ્પદ કેસ ગણાવીને મારી પત્નીનો અંતિમસંસ્કાર પણ કરવા દીધો?.

આ સમગ્ર ઘટના ને લઈ ને સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન વિકાસ સિંહાએ જણાવ્યું હતું કે અહીં કોરોનાના દર્દીઓ ને ICMRની ગાઈડ લાઈન મુજબ સારવાર અપાઈ છે અને મોત થાય તો તેના નિયમ મુજબ ની જ કામગીરી કરવામાંઆ આવે છે તેમને કહ્યું હતું કે શરીર માંથી અવયવ કાઢી નાખવાના આક્ષેપ બેબુનિયાદ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો