અમરેલી હીબકે ચડયુંઃ સાવરકુંડલાના બાઢડા ગામ પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા ૮ પૈકીના ૭ મૃતકોને અમરેલીમાં અગ્નિદાહ અપાયો

અમરેલીઃ સાવરકુંડલાના બાઢડા ગામ પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામનારા ૮ પૈકીના ૭ મૃતકોને અમરેલીના કૈલાસ મુક્તિધામમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. પરિવારજનોના હેયાફાટ રુદનથી સ્મશાનનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સાવરકુંડલાના બાઢડા ગામે ઝૂંપડામાં સૂતેલા લોકોને ક્રેન ટ્રકે કચડી નાખતા અમરેલીમાં ગાયત્રી મંદિર અજીક અને બગસરામાં રહેતા શ્રામિક સરાણીયા પરિવારના ૮ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ તમામ મૃતદેહોને અમરેલી લવાયા બાદ તેમનું પોસ્ટ મોર્ટમ સહિતની વિધિ પૂરી કરીને ૭ મૃતદેહો સોંપાયા બાદ અમરેલીના કૈલાસ મુક્તિધામ અને ૧ને બગસરા ખાતે લઈ જવાયો હતો.

સામાન્ય રીતે મૃતદેહને મોક્ષરથમાં લઈ જવામાં આવતા હોય છે પણ અહીં એક સાથે ૭ શબ હોવાથી તેમને ટ્રક જેવા મોટા વાહનમાં સ્મશાને લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બાદમાં સેવાભાવીઓ દ્વારા ગાયત્રી મોક્ષધામ સહિતના સ્મશાનમાંથી વ્યવસ્થા કરીને તમામ મૃતદેહોને મોક્ષરથમાં અમરેલીના કૈલાસ મુક્તિધામ ખાતે લઈ જવાયા હતા અને ગતરાત્રીના તમામને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

આ ઘટનાની કરુણાંતિકા એ છે કે એક જ ઘરમાંથી પતિ, પત્ની અને તેની બે પુત્રીઓની એક સાથે જ ચિત્તા બળી હતી. સ્મશાનમાં ઉપસ્થિત મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો