રાજકોટના પરિણીત શખ્સે યુવતી સાથે લગ્નનું તરકટ રચ્યુંઃ અમરેલી, અમદાવાદમાં વારંવાર કર્યું બદકામઃ બ્લેકમેઈલ કરી ર.પ લાખ પડાવ્યાં

અમરેલીઃ રાજકોટના એક વ્યક્તિએ અમરેલીની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અમરેલી તથા અમદાવાદમાં વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ પોતે પરિણિત હોવા છતાં યુવતીને અપરણિત હોવાનું કહીને હાર પહેરાવીને લગ્નનું તરકટ રચ્યા બાદ અંગત પળોનો વીડિયો ઊતારી લઈ તેના આધારે બ્લેકમેઈલ કરીને પૈસા પડાવી વધુ રકમ ન આપતા બદનામ કરવા માટે બિભત્સ ફોટા અને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ભોગ બનેલી યુવતીએ અમરેલી પોલીસ સમક્ષ પોતાની આપવીતિ કહેતા જણાવ્યું કે, તે અમરેલીમાં રહીને નોકરી કરતી હતી ત્યારે રાજકોટમાં રહેતો નિર્મળ ઉર્ફે હકો બૌવા નામનો શખશ ર૦૧પમાં તેના સંપર્કમાં આવ્યો હતો ત્યારથી આજ સુધીના સમયમાં આરોપીએ આ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને અમરેલી તથા અમદાવાદમાં જુદા જુદા સ્થળોએ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

નિર્મળ પોતે પરણેલો હોવા છતાં તે હકીકત છુપાવીને પોતે કુંવારો હોવાનું કહીને ફૂલહાર કરીને લગ્નનું તરકટ પણ રચ્યું હતું પણ તેને ઉપપત્ની તરીકે રાખીને તેનું શારીરિક શોષણ કરતો હતો. વારંવાર યુવતીને બ્લેકમેલ કરીને તેની પાસેથી ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રુ. અઢી લાખ જેવી માતબર રકમ પણ પડાવી હતી.

આરોપીએ યુવતીનો અંગત પળોનો વીડિયો ઊતારી લીધો અને ફોટાઓ પણ પાડયાં હતાં. એ તેને બતાવીને વાયરલ કરીને બદનામ કરવાની ધમકી આપતો હતો. બાદમાં યુવતીએ તેનું કહ્યું ન કરતાં આરોપીએ આ વીડીયો અને ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધાં હતાં. ભોગ બનનારની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

વિકૃતિની હદઃ બળજબરીથી આચરતો સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

રાજકોટના આ શખશે અમરેલીની યુવતીને પોતાની જાળમાં ફસાવ્યા બાદ નરાધમે વાસનાની તમામ હદ વટાવી દીધી હતી. તે બ્લેકમેઈલ કરીને બળજબરીથી યુવતીની ઈચ્છા વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારતો હતો અને સુષ્ટિવિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો.

તાબે ન થાય તો ભીંતમાં માથું પછાડતો

ભોગ બનેલી યુવતીએ પોલીસ સમક્ષ વર્ણવેલી પોતાની આપવીતિમાં જણાવ્યું છે કે, આરોપી યુવતીને શારીરિક શોષણ કરવા માટે બિભત્સ ગાળો આપતો હતો અને બેફામ રીતે ઢીકાપાટુનો માર મારતો તથા ભીંત સાથે માથું ભટકાવતો હતો. યુવતી ચીસો પાડતી છતાં નરાધમને તેની કોઈ અસર થતી નહોતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો