સહાયની આડમાં દુષ્કર્મ: અમરેલીમાં વિધવા મહિલાને આર્થિક સહાય અપાવવાની લાલચ આપીને ભાજપ નેતાએ પીંખી નાંખી

ગુજરાતની ભાજપ સરકાર કહે છે કે, રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ સુરક્ષિત છે. તો બીજી તરફ રાજ્યમાં બળાત્કાર અને છેડતીના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ભાજપના આગેવાન પર દુષ્કર્મનો આરોપ થયો છે. ભાજપ આગેવાને મહિલાએ આર્થિક સહાય અપાવવાની લાલચ આપીને તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવા બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના અમરેલી જિલ્લાની છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

રિપોર્ટ અનુસાર તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં ઘણી જગ્યાઓ પર નુકસાન થયું હતું. ભારે વરસાદ અને પવનના કારણે ક્યાંક લોકોના મકાન તૂટી ગયા હતા, તો ક્યાંક થાંભલા અને વૃક્ષો ધરાસાઈ થયા હતા. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનો સરવે કરીને અસરગ્રસ્તોને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલા થોરડી ગામમાં રહેતી મહિલાના મકાનને પણ નુકસાન થયું હતું. તેથી આ મહિલાને ગામના પૂર્વ સરપંચ પ્રફુલ વેકરીયાએ કહ્યું હતું કે, તમારા મકાનને નુકસાન થયું છે તેની સહાય મળવાની છે તે તમને મળી જશે.

જ્યારે ભાજપ આગેવાન પ્રફુલ વેકરીયા મહિલાના ઘરે ગયો હતો, તે સમયે મહિલા તેના ઘરમાં એકલી હતી. તેથી મહિલાની એકલતાનો લાભ ઉઠાવીને પ્રફુલ વેકરીયાએ બળજબરી પૂર્વક મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ મહિલાના પતિનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું અને તેને ત્રણ સંતાનો છે. આ ત્રણેય અલગ-અલગ ખાનગી કંપનીમાં નોકરી છે અને મહિલા મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાજપ આગેવાને દુષ્કર્મ ગુજારતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ભોગ બનનાર મહિલાને મેડીકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. સાવરકુંડલા તાલુકા પોલીસે વિધવા મહિલાની ફરિયાદ નોંધીને આરોપીને પકડવાની કવાયત શરૂ કરી છે.

મહત્ત્વની વાત છે કે ભાજપ આગેવાન પ્રફુલ વેકરીયા તાલુકા ભાજપનો પૂર્વ સભ્ય છે અને તેની પત્ની સાવરકુંડલા તાલુકા પંચાયતની સભ્ય છે. ભાજપના આગેવાન સામે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા સાવરકુંડલાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 2 ઓગસ્ટના રોજ મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં પ્રફુલ વેકરીયા સામે ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આ મામલે જોવાનું એ છે કે, ભાજપના આગેવાન સામે કાયદાકીય કાર્યવાહી થાય છે કે, પછી આ કેસમાં રાજકીય વગનો ઉપયોગ કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો