ચોરોને પકડતી પોલીસ જ બની ‘ચોર’, અમરેલીમાં SPની ટીમે 12 પોલીસકર્મીને વીજચોરી કરતા ઝડપી લીધા

અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના 12 જેટલા પોલીસકર્મી વીજચોરી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા 12 પોલીસકર્મીને ક્વાર્ટર છોડવા SP નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. જેથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. 12 પોલીસ કર્મચારીઓમાં પાંચ મહિલા કર્મચારીઓ વીજ ચોરી કરતા ઝડપાઈ છે. આ તમામને ક્વાર્ટર છોડવા SPએ આદેશ કર્યો છે.

12 કર્મીને આવાસ છોડવા આદેશ

પોલીસ આવાસમાં SP નિર્લિપ્ત રાયની ટીમે ચેકીંગ કરતાં આવાસમાં રહેતા 12 પોલીસ જવાનોને વીજચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ તમામ પોલીસ જવાનને પોલીસ આવાસ ખાલી કરવા નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. પોલીસ ખાતામાં અને કાયદાના જાણકાર હોવા છતાં વીજચોરી કરવી ગુનો બને છે. જેથી તાત્કાલિક પોલીસ ક્વાર્ટર છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

વીજચોરી કરતા ઝડપાયેલા પોલીસકર્મી
ક્રમ નામ ફરજનું સ્થળ ક્વાર્ટરની વિગત
1 શિવરાજ વાળા ACB પો.સ્ટે. બ્લોક નં-7, રૂમ નં-1
2 શીવાભાઈ જાજળીયા CID ક્રાઈમ બ્લોક નં-7, રૂમ નં-12
3 નારણભાઈ જાગસર હેડ ક્વાર્ટર-અમરેલી બ્લોક નં-8, રૂમ નં-4
4 અરવિંદભાઈ ચૌહાણ અમરેલી તાલુકા બ્લોક નં-9, રૂમ નં-1
5 જ્યોત્સનાબેન ધમલ અમરેલી સીટી બ્લોક નં-9, રૂમ નં-2
6 હિતેષભાઈ ભેવલીયા માઉન્ટેડ શાખા બ્લોક નં-9, રૂમ નં-7
7 ચંદનગીરી ગોસ્વામી અમરેલી સીટી બ્લોક નં-9, રૂમ નં-8
8 શ્રદ્ધાબેન ગરૈયા અમરેલી તાલુકા બ્લોક નં-9, રૂમ નં-9
9 રવિરાજભાઈ ખુમાણ હેડ ક્વાર્ટર-અમરેલી બ્લોક નં-9, રૂમ નં-10
10 પારૂલબેન ગોરધનભાઈ અમરેલી સીટી બ્લોક નં-9, રૂમ નં-11
11 રતનબેન જાદવ અમરેલી સીટી બ્લોક નં-9, રૂમ નં-13
12 પારસબેન ધડુક SOG બ્લોક નં-9, રૂમ નં-14

12માંથી 5 તો મહિલા કર્મચારી

12 પોલીસ કર્મચારીઓમાં 5 તો મહિલા કર્મચારી જ વીજ ચોરી કરતા ઝડપાઈ છે. જેમાં શ્રદ્ધાબેન ગરૈયા, જ્યોત્સનાબેન ધમલ, પારૂલબેન ગોરધનભાઈ, રતનબેન જાદવ અને પારસબેન ધડુકનો સમાવેશ થાય છે. આ તમામ મહિલા કર્મચારીને પણ ક્વાર્ટર છોડવા આદેશ આપવામાં આવ્યો છે.

SPએ લેડી ડોન સોનુ ડાંગર પર GUJCTOCનો ગુનો દાખલ કરી દાખલો બેસાડ્યો હતો

છેલ્લા 2 વર્ષથી અમરેલીના પોલીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિર્લિપ્ત રાય ખુબ સારી કામગીરી કરી રહ્યાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુનેગારોને નાથવાનું કામ SP રાયને સોંપવામાં આવ્યુ છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પોલીસને હંફાવનાર લેડી ડોન સોનુ ડાંગર અને શિવરાજ વીંછીયા સહિત આ ગેંગના 9 સભ્યો સામે પ્રથમ એવો ગુજરાત કંટ્રોલ ટેરેરીઝમ એન્ડ ઓર્ગોનાઈઝ ક્રાઈમ એક્ટ (GUJCTOC) હેઠળનો ગુનો દાખલ કરીને દાખલો બેસાડ્યો છે. ત્યારે આજે ફરી 12 પોલીસકર્મીને વીજચોરી મામલે ઝડપી પાડી અમરેલી SP નિર્લિપ્ત રાયની કાયદા પ્રત્યેની અને ફરજ પ્રત્યેની નિષ્ઠા ફરી સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો