મહિને 1500 રૂપિયા કમાતી બબિતા ‘કેબીસી’માં બની કરોડપતિ, સનોજ રાજ બાદ બીજી કરોડપતિ

‘કૌન બનેગા કરોડપતિ 11’ને પોતાનો પહેલો કરોડપતિ સનોજ રાજ ગયા અઠવાડિયે મળી ગયો હતો. હવે, ‘કેબીસી’ને બીજો કરોડપતિ મળશે. મહારાષ્ટ્રના અમરાવતીની રહેવાસી બબિતા આ અઠવાડિયે શોમાં જોવા મળશે, જે એક કરોડ રૂપિયા જીતે છે.

બબિતાનું જીવન સંઘર્ષમય

સોની ટીવીએ એક વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કર્યો છે, જેના પરથી ખ્યાલ આવે છે કે બબિતાનું જીવન મુશ્કેલીથી ભરેલું રહ્યું છે. અમિતાભ બચ્ચન જ્યારે બબિતાને તેના પગાર વિશે સવાલ કરે છે તો તે જવાબ આપે છે કે તેને મહિને 1500 રૂપિયા મળે છે. આ વાત સાંભળીને અમિતાભ પણ આશ્ચર્યમાં મૂકાઈ જાય છે.

બબિતા સ્કૂલમાં ખીચડી બનાવે છે

બબિતાએ કહ્યું હતું કે તે સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં ખીચડી બનાવવાનું કામ કરે છે અને બાળકોને તેની બનાવેલી ખીચડી ઘણી જ ભાવે છે. સરોજ સાત કરોડ જીતશે કે નહીં? તે શો ટેલિકાસ્ટ થયા બાદ જ ખ્યાલ આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો