ભૂલથી બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા પૈસાને કેવી રીતે મેળવશો પરત?

ઓનલાઇન બેન્કિંગના જમાનામાં તમે મિનિટમાં કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ આ સુવિધા જેટલી સરળ છે એટલી જ જોખમી પણ છે. કારણ કે ક્યારેક ખોટી ઉતાવળને કારણે પૈસા બીજાના ખાતામાં પણ ટ્રાન્સફર થઈ જતા હોય છે. જો તમે પણ ક્યારેક આવી ભૂલ કરી બેસો તો ટ્રાન્સફર થયેલા નાણાને કેવી રીતે પરત મેળવશો તેની સરળ રીત જાણી લો.

કેવી રીતે પૈસા ટ્રાન્સફર થાય છે?:

હવે તમામ બેંકો ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા આપે છે. સાથે જ મોટા ભાગની બેંકોની મોબાઇલ એપ્લિકેશન પણ હોય છે. એપ્લિકેશન કે પછી બેંકની અધિકૃત વેબસાઇટ પર જઈને તમે બેંક તરફથી આપવામાં આવેલા યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરીને થોડા સ્ટેપ્સને ફોલો કરશો તો તમે સરળતાથી કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરી શકસો. મોટા ભાગની બેંક તરફથી એવો વિકલ્પ આપવામાં આવે છે કે તમે જેને પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તેના એકાઉન્ટ નંબર સહિતની વિગતો તમારા ઇન્ટરનેટ બેન્કિંગમાં સેવ કરીને રાખો. આ માટે તમને બે વખત ખાતા નંબર દાખલ કરવાનું કહેવામાં આવે છે. જેનાથી ભૂલની શક્યતાઓ ઓછી થઈ જાય છે. કેવી રીતે પૈસા ટ્રાન્સફર થાય છે?: હવે તમામ બેંકો ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા આપે છે. સાથે જ મોટા ભાગની બેંકોની મોબાઇલ એપ્લિકેશન પણ હોય છે. એપ્લિકેશન કે પછી બેંકની અધિકૃત વેબસાઇટ પર જઈને તમે બેંક તરફથી આપવામાં આવેલા યુઝર નેમ અને પાસવર્ડ દાખલ કરીને થોડા સ્ટેપ્સને ફોલો કરશો તો તમે સરળતાથી કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરી શકસો. મોટા ભાગની બેંક તરફથી એવો વિકલ્પ આપવામાં આવે છે કે તમે જેને પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તેના એકાઉન્ટ નંબર સહિતની વિગતો તમારા ઇન્ટરનેટ બેન્કિંગમાં સેવ કરીને રાખો. આ માટે તમને બે વખત ખાતા નંબર દાખલ કરવાનું કહેવામાં આવે છે. જેનાથી ભૂલની શક્યતાઓ ઓછી થઈ જાય છે.

મોટા ભાગના કેસમાં જો તમે ખોટો એકાઉન્ટ નંબર નાખશો તો પૈસા જાતે જ તમારા ખાતામાં પરત આવી જશે. પરંતુ જો તમે દાખલ કરેલો એકાઉન્ટ નંબર સાચો હોય અને પૈસા ટ્રાન્સફર થઈ ગયા હોય તો તમે નીચેના ઉપાયો અજમાવી શકો છો.

તાત્કાલિક તમારી બેંકને જાણ કરો :

જો તમે ભૂલથી કોઈ બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફરી કરી દો છો તે તાત્કાલિક તેની જાણ તમારી બેંકને ફોન કે ઇ-મેઇલથી કરો. જો શક્ય હોય તો તમારે તાત્કાલિક તમારે બેંકના મેનેજરને મળવું જોઈએ. એ વાત યાદ રાખો કે જે બેંકમાં તમારા પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે ફક્ત એ જ બેંક તમારી સમસ્યાનું સમાધાન લાવી શકે છે. સાથે જ તમારી બેંકને તમારા ટ્રાન્ઝેક્શન વિશે પૂરી માહિતી આપો. જેમાં રકમ, તારીખ, સમય, એકાઉન્ટ નંબર, જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા છે તેની વિગતનો સમાવેશ થાય છે.

ફરિયાદ દાખલ કરો :

જે બેંકના ખાતામાં તમે ભૂલથી પૈસા ટ્રાન્સફર કરી દીધા છે તે બેંકમાં જઈને પણ તમારે લેખિતમાં ફરિયાદ આપવી જોઈએ. કારણ કે બેંક પોતાના ગ્રાહકની પરવાનગી વગર કોઈને પણ પૈસા ટ્રાન્સફર કરી શકતી નથી. આ ઉપરાંત બેંક તમને ગ્રાહક અંગે જાણકારી પણ નથી આપતી. આથી તમારી ફરિયાદ દાખલ કરીને વિનંતી કરવી જોઈએ કે ભૂલથી જે રકમ તમારા ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર થઈ છે તે તમને પરત આપવામાં આવે.

આરબીઆઈના નિર્દેશ પ્રમાણે આવા કેસમાં બેંકે તાત્કાલિક પગલાં ભરવાના રહેશે, તેમજ ભૂલથી ટ્રાન્સફર થયેલા પૈસા પરત કરવાની વ્યવસ્થા કરવી પડશે. ઉપરના બતાવ્યા સિવાયને કોઈ પણ રસ્તે પૈસા ટ્રાન્સફર થતાં નથી. આથી કોઈ લેભાગુઓ કે લાલચુઓ તમને પૈસા પરત આપવાનું કહે તો તેના જાસામાં આવવું નહીં. કારણ કે તેનાથી તમારે વધારે નુકસાન સહન કરવું પડી શકે છે.

ઓનલાઇન ટ્રાન્સફર વખતે આટલી સાવધાની રાખો:

એકાઉન્ટ નંબર દાખલ કરવામાં નાની અમથી ભૂલ તમને ભારે પડી શકે છે. આથી તમે જ્યારે પણ પૈસા ટ્રાન્સફર કરો ત્યારે વધારે સાવચેત રહો. જો તમે કોઈ મોટી રકમ ટ્રાન્સફર કરવા માંગો છો તો એવું કરી શકાય કે મોટી રકમ ટ્રાન્સફર કરતા પહેલા નાની રકમ ટ્રાન્સફર કરીને ચેક કરી લો કે આ રકમ સામેના વ્યક્તિને મળી રહી છે કે નહીં. એવું પણ શક્ય છે કે તમે ભૂલથી જે વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરી દીધા છે તે સારો વ્યક્તિ હોય તો તમને સરળતાથી પૈસા પરત મળી જશે. જો કોઈ વ્યક્તિ આવું કરવાની મનાઈ કરી દે તો તમે કાયદાનો સહારો લઈ શકો છો…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો