રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને કાલે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ એવોર્ડનું વિતરણ થયું હતું પરંતુ તે સમયે અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાથી તેઓ આવી શક્યા નહોતાં. તે સમયે ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ એવોર્ડનું વિતરણ કર્યું હતું.

હજી ઘણું કામ બાકી છેઃ અમિતાભ બચ્ચન

એવોર્ડ સ્વીકાર્યાં બાદ અમિતાભ બચ્ચને કહ્યું, હું સરકાર, માહિતી તથા પ્રસારણ મંત્રાલય તથા જ્યૂરીના સભ્યોનો આભાર માનું છું. ઈશ્વરની કૃપા રહી છે અને હંમેશાં માતા-પિતાના આશીર્વાદ મળ્યાં છે. ડિરેક્ટર્સ-પ્રોડ્યૂસર્સ તથા કો-સ્ટાર્સનો સાથ રહ્યો છે. સૌથી વધુ ભારતના ચાહકોનાપ્રેમ તથા પ્રોત્સાહનનેકારણે આજે હું તમારી સામે ઊભો છું. આ એવોર્ડની સ્થાપના 50 વર્ષ પહેલાં થઈ અને આટલાં વર્ષ મને ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક મળી. આ માટે હું તમારો આભારી છું. આનો વિન્રમતાથી સ્વીકાર કરું છું.

જ્યારે એવોર્ડની જાહેરાત થઈ ત્યારે મારા મનમાં શંકા થઈ હતી અને આ ધૃષ્ટતા માટે ક્ષમા ઈચ્છું છું. શું આ સંકેત છે કે ભાઈસાબ તમે બહુ કામ કરી લીધું અને હવે ઘરે બેસીને આરામ કરો, પરંતુ હજી પણ ઘણું કામ બાકી છે.

નોંધનીય છે કે1969થી દાદા સાહેબ ફાળકેના નામથી આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. આ એવોર્ડમાં વિનરને સ્વર્ણ કમળ તથા 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. સૌ પહેલો એવોર્ડ દેવિકા રાનીને મળ્યો હતો.

બિગ બીએ બોલિવૂડમાં 50 વર્ષ પૂર્ણ કર્યા

અમિતાભ બચ્ચને 1969માં ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’થી કરિયરની શરૂઆત કરી હતી. કરિયરની શરૂઆતમાં અમિતાભ બચ્ચનની એક પછી એક ફિલ્મ ફ્લોપ રહી હતી. જોકે, 1973માં ‘જંજીર’ ફિલ્મ તેમના કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મથી તેમની ઈમેજ બોલિવૂડમાં એન્ગ્રી યંગમેન તરીકે સ્થાપિત થઈ હતી.

નેશનલ એવોર્ડ વિનર્સ રાષ્ટ્રપતિને મળ્યા

66મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડના વિજેતાઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે આવ્યાં. અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન તથા દીકરા અભિષેક બચ્ચન સાથે આવ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો